વેક્સિન લગાવ્યા બાદ,હોસ્પિટલમાં દાખલ થયા તો, વીમા કંપની આપશે ખર્ચ

જો કોઈપણ દર્દીને કોરોના વેક્સિન લગાવ્યા બાદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડે તો તેનો ખર્ચ વીમા કંપનીએ આપવો પડશે.

ઈરડાએ જણાવ્યું કે વેક્સિન લીધા બાદ તબીયત ખરાબ થાય તો દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. તો આ સ્થિતિમાં દર્દી પોતાનો ખર્ચ વીમા કંપની પાસે ક્લેમ કરી શકશે. સારવારનો ખર્ચ વીમા કંપનીએ ચૂકવવો પડશે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરીએ ગત દિવસોમાં સ્વાસ્થ્ય વીમા પોલિસીમાં કોરોનાની સારવારને સામેલ કર્યા હતા.

આ મામલે સ્પષ્ટતા કરતા ઈરડાએ જણાવ્યું હતું કે ગ્રાહકો આ સ્થિતિમાં ખર્ચ માટે ક્લેમ કરી શકશે.

કંપનીએ ગુરુવારે જણાવ્યું કે ગ્રાહક પોતાની પોલિસીની પરિપક્વતા સમય સાથે જોડાયેલા દસ્તાવેજો દેશના કોઈ પણ એલઆઈસી કાર્યાલયમાં જમા કરાવી શકે છે. 113 સ્થાનીય કાર્યલય એને 2, 048 શાખાઓ ઉપરાંત 1526 સેટેલાઈટ કાર્યાલયોમાં પરિપક્વતા સંબંધી દસ્તાવેજો જમા કરવામાં આવશે. સુવિધાને અત્યારે ટ્રાયલ આધાર પર લાગૂ કરવામાં આવશે અને ગ્રાહકોને 31 માર્ચ, 2021 સુધી આ પ્રકારના ક્લેમ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.