સંજીવની સમાન વેક્સિનના બગાડમાં ગુજરાત રાજ્ય અવ્વલ નંબરે,રસીના બગાડને લઈ નેશનલ હેલ્થ મિશનનો કેન્દ્રને પત્ર

કોરોનાની મહામારીમાં વચ્ચે સ્થાનિક પ્રશાસન અને સરકાર સદંતર નિષ્ફળ ગયા છે એ સૌ કોઇ જાણે જ છે. પણ નરી આંખે પણ જોઇ શકાય એવી એક હકિકત એ પણ છે કે, વ્યવસ્થામાં એકપણ મોરચે સરકાર અને તેનુ તંત્રએ યોગ્ય પુરવાર થયું નથી, સદંતર નિષ્ફળ જ રહ્યું છે આવું જ કંઈક વેક્સિનેશમન વ્યવસ્થામાં પણ જોવા મળે છે.

એક અહેવાલ સામે આવ્યું છે જેમાં જણાવાયું છે કે કોરોના વેક્સિનનો બગાડ કરવામાં ગુજરાત અવ્વલ સ્થાને છે, એટલું જ નહી વેક્સિનના બગાડને લઈને નેશનલ હેલ્થ મિશને રસીનો બગાડ અટકાવવા કેન્દ્ર સરકરાને પત્ર લખવાની પણ ફરજ પડી છે, અત્યાર સુધીમાં 3.56 લાખથી વધુ ડોઝ એળે ગયા છે મતલબ એનો ઉપયોગ ન કરાતા તે બગડી ગયા છે, સુરેન્દ્રનગર,રાજકોટ, સુરત સહિતને રાજ્યમાં મોટા શહેરમાં પણ રસીનો બગાડ થઈ રહ્યો છે.

કોરોના મહામારીમાં સંજીવની સમાન વેક્સિનનો આટલો બગાડ કેટલો યોગ્ય એવા સવાલો પણ ઉઠી રહ્યા છે, જો વાત કરવામાં આવે તો દેશમાં 11 એપ્રિલ સુધી કોરોના રસીના 45 લાખ ડોઝનો બગાડ થઈ હોવાનું બહાર આવ્યું છે, અહેવાલ પ્રમાણે રસીના બગાડમાં પાંચ રાજ્યો સૌથી આગળ છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે, રાજ્યોમાં ઉપયોગમાં આવેલી 10.34 કરોડ રસીના ડોઝમાંથી 44.78 લાખ ડોઝ ખરાબ થઈ ગયા છે. જાણકારો મુજબ તમિલનાડુમાં પણ રસીનો બગાડમાં સૌથી વધુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.