વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના શિયાળુસત્ર પહેલાં આશા વ્યક્ત કરી કે પાછલા સત્રની જેમ આ સત્રમાં પણ તમામ સભ્યોનો સકારાત્મક અને સક્રિય સહયોગ મળશે. સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે 2019નું આ છેલ્લું સંસદ સત્ર છે. રાજ્યસભાનું 250મુ સત્ર છે. આ સત્ર દરમ્યાન 26 તારીખના રોજ આપણો સંવિધાન દિવસ છે, આપણા સંવિધાનના 70 વર્ષ થઇ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે સરકાર દરેક વિષય પર ચર્ચા માટે તૈયાર છે.
પીએમ મોદીએ કહ્યું કે સંવિધાન દેશની એકતા, અખંડતા અને વિવિધતા સાથે જોડાયેલ છે. પાછલા દિવસોમાં તમામ પક્ષના નેતાઓને મળવાનો મોકો મળ્યો છે, જેમકે પાછલી વખત તમામ પક્ષોના સહયોગના લીધે ચાલી હતી એવું જ આ વખતે પણ થવાની આશા છે. દેશવાસીઓ માટે એક જાગૃતિની તક બની શકે છે.
દરેક વિષય પર ચર્ચા માટે સરકાર તૈયાર
પીએમ મોદીએ કહ્યું કે સરકાર તમામ મુદ્દા પર ખુલીને ચર્ચા ઇચ્છે છે, વાદ હોય, વિવાદ હોય કે તેની સાથે જ ગૃહની ચર્ચાને સમૃદ્ધ બનાવા યોગદાન આપો. દરેક સફળતા આખા ગૃહની છે અને તમામ સાંસદ તેના હકદાર છે. આ વખતે પણ સકારાત્મક અને સક્રિય સહયોગની આશા છે. આશા કરું છું કે દેશની વિકાસ યાત્રાને, દેશને ગતિ આપવામાં સફળ રહેશે. તમામ સાંસદોને શુભકામનાઓ આપતા તમામને ધન્યવાદ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.