કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ,કોરોના વાયરસ સંક્રમણના મુદ્દે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો છે પત્ર

કૉંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ સંક્રમણના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં કોરોનાના મ્યૂટેશન ને સતત ટ્રેક કરવો જોઈએ. કૉંગ્રેસ નેતાએ કહ્યું કે, તમામ મ્યૂટેશન પર વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ વેક્સીન (Corona Vaccine)ને ટેસ્ટ કરવામાં આવે.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને એવો આરોપ પણ કર્યો કે સરકારની ‘નિષ્ફળતા’ના કારણે દેશ ફરી એક વાર રાષ્ટ્રીય સ્તરના લૉકડાઉનના આરે આવીને ઊભો છે

આ પ્રકારના અનપેક્ષિત સંકટમાં ભારતના લોકો આપની સૌથી અગત્યની પ્રાથમિકતા હોવા જોઈએ. હું આપને આગ્રહ કરું છું કે આપ દેશના લોકોને આ પીડાથી બચાવવા માટે જે પણ સંભવ હોય, તે કરો.

આ મહામારીથી હવે એવું જાણવા મળ્યું છે કે આપણો આકાર, આનવંશિક વિવિધતા અને જટિલતાથી ભારતમાં આ વાયરસ માટે ખૂબ અનુકૂળ માહોલ મળે છે જેનાથી તે પોતાના સ્વરૂપ બદલ્યા તથા વધુ ખતરનાક સ્વરૂપમાં સામે આવ્યો. મને ડર એ વાતનો છે કે જે ‘ડબલ મ્યૂટેશન’ અને ‘ટ્રિપલ મ્યૂટેશન’ને આપણે જોઈ રહ્યા છીએ, તે પ્રારંભિક જ હોઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.