આસામની બારપેટા જિલ્લાની એક કોર્ટે મહિલા પોલીસ અધિકારી સાથે કથિત રીતે મારપીટના આરોપમાં ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જામીન આપી દિધા છે. જિગ્નેશ મેવાણીના વકીલ અંગસુમન બોરાએ જણાવ્યું કે કેટલીક ઔપચારિક્તાઓના કારણે તેને 30 એપ્રિલ સુધી છોડવામાં આવે તેવી આશા છે.
આસામ પોલીસની એક ટીમે ગયા અઠવાડિયે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કથિત ટ્વિટ પર નોંધાયેલા કેસમાં અપક્ષ ધારાસભ્યની ધરપકડ કરી હતી.અને આ ટ્વિટમાં મેવાણીએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ગોડસેને ભગવાન માને છે’. કોકરાઝાર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ, મેવાણીએ પણ આ જ ટ્વીટનો ઉપયોગ કરીને મોદીને તેમની ગુજરાત મુલાકાત દરમિયાન સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવાની અપીલ કરી હતી.
પીએમ નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલા ટ્વીટ બદલ ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી. કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીની વડાપ્રધાન વિરુદ્ધ તેમના કથિત ટ્વિટ્સ અંગે IPC અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ ગત સપ્તાહે બુધવારે રાત્રે ગુજરાતના પાલનપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.અને એફઆઈઆર અનુસાર, તેણે કથિત રીતે એક ટ્વિટ કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ગોડસેને ભગવાન માને છે’.
મેવાણીને ગત સપ્તાહે ગુરુવારે સવારે ગુજરાતથી ગુવાહાટી અને પછી રોડ માર્ગે કોકરાઝાર લઈ જવામાં આવ્યા હતા અને જ્યાં તેમને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્યારે તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.