કોરોનાના વધતા કેસની વચ્ચે, ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા

શિક્ષણ ઓનલાઇન જયારે યુનિ.ની પરીક્ષા ઓફલાઇન કેમ એવો પણ વાલીઓ સવાલ કરી રહ્યા છે જો કે, ઓફલાઇન પરીક્ષા સરકારની ગાઇડલાઇન મુજબ લેવાઇ રહી છે.

કોવિડના નિયમો પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. અમદાવાદ અને ગાંધીનગરની કોલેજમાં સેન્ટર આપવામા આવ્યુ છે. M com સેમિસ્ટર 1ની સવારે 9થી 11 અને MA સેમિસ્ટર 1ની 12થી 2 પરીક્ષા યોજાશે

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1961 કેસ નોંધાયા છે અને 1405 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,80,285 કોરોના મુક્ત થયાં છે. તો 7 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.

રાજ્યમાં છેલ્લા 4 દિવસથી ચિંતાજનક વધારો નોંધાયો છે. સોમવારે રાજ્યમાં 1640 કેસ, મંગળવારે 1730 કેસ, બુધવારે 1790 કેસ અને આજે 1961 કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 551 કેસ અને ગ્રામ્યમાં 7 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 501 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 127 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 164 કેસ, જ્યારે ગ્રામ્યમાં 20 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 146 કેસ અને ગ્રામ્યમાં 320 કેસ નોંધાયા છે

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38,64,161 લોકોને પ્રથમ ડોઝ અને 6,21,158 લોકોને બીજા ડોઝની રસી અપાઇ ચૂકી છે. આમ કુલ 44,85,319 રસીકરણના ડોઝ અપાયા છે.

સરકારના તમામ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. સરકારી કર્મચારીઓના વેક્સિનેશન માટે કોઇ વય મર્યાદા ધ્યાને લેવાશે નહીં. તમામ વયના સરકારી કર્મચારીઓને કોરોના વેક્સિન અપાશે. સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઇન વર્કર માની વેક્સિન અપાશે.

એક માસ્ક તથા બીજું વેક્સિન ત્યારે તંત્ર દ્વારા વેક્સિનેશન પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં દરરોજના 3 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.

વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થામાં રહેતા લોકોને વેક્સિન આપવામાં આવશે. 45 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓને આ વેક્સિન આપવામાં આવશે. જેમાં આધાર કાર્ડ વિના પણ વેક્સિનનો લાભ લઈ શકશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.