વધી રહ્યો છે યાસનો કહેર,110 કિમીની ઝડપે ફૂંકાશે પવન…!!

યાસ તોફાનના ઉત્તરી ઓરિસ્સાના બાલાસોરની નજીક 26મેની બપોરે દસ્તક આપે તેવું અનુમાન છે. હવામાન વિભાગના અનુસાર આ સમયે 155-165 કીમી/કલાકની ઝડપે હવા ચાલી શકે છે.

ઓછા દબાણનું ક્ષેત્ર સોમવારે સવારેબાલાસોરથી લગભગ 620 કિમમી દક્ષિણ – દક્ષિણ પૂર્વ અને પ. બંગાળના દીઘાથી 610 કિમી દક્ષિણ- દક્ષિણ પૂર્વમાં હતું. તે ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. તેઓએ કહ્યું કે 26મેની સવારે તેની તીવ્રતા વધશે અને તે ગંભીર ચક્રાવાતી તોફાનમાં ફેરવાશે.

બંદોપાધ્યાયે કહ્યું છે કે બાલાસોરની નજીક  આ તોફાન દસ્તક દેશે તો ઓરિસ્સામાં જગતસિંહ પુર, ભદ્રક, કેંદ્રપાડા અને બાલાસોર જિલ્લા તથા પ.. બંગાળના પૂર્વી મેદિની પૂર જિલ્લામાં હવાની ગતિ 155-165 કીમી પ્રતિ કલાકની રહેશે. જે 185 કીમી/કલાકની થઈ શકે છે.

પ.બંગાળ અને ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં 90-100 કિમીની ઝડપે હવા ચાલશે. જે વધીને 120 કિમી/ કલાક સુધી પહોંચશે. તેઓએ કહ્યું કે કોલક્તા, હાવડા અને હુગલીમાં 26મેના રોજ 70-80 કિમીની ઝડપે હવા ચાલશે.  આ સાથે બંગાળમાં 26મેની સાંજે અને 27મેની સવારે 55-65 કિમી પ્રતિ કલાકની ઝડપે હવા ચાલી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.