દેશમાં કોરોનાની બીજી લહેર બની ઘાતક,વધી રહ્યું છે કોરોના સંક્રમણ

કોરોના મહામારીને રોકવા માટે રાજ્ય સરકારે જિલ્લા પ્રશાસન લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી રહી છે. તો જાણો કયા શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવાયું છે અને છેલ્લા 24 કલાકમાં ક્યાં લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ જાહેર કરાયો છે.

યૂપીમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ પર અંકુશ રાખવાના હેતુથી ગાઝિયાબાદ, નોઈડા, બરેલી અને મેરઠ જિલ્લા પ્રશાસને કર્ફ્યૂની જાહેરાત કરી છે. બરેલીમાં 20 એપ્રિલ સુધી રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂ રહેશે.

ભોપાલના કોલારમાં શુક્રવારે સાંજે 6 વાગ્યાથી 9 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. પાંચ જિલ્લામાં 7-9 દિવસનું લોકડાઉન રહેશે. તેમાં રતલામ, બૈતૂલ, કટની, ખરગોન, છિંદવાડા જિલ્લા સામેલ છે.

આ પહેલા પણ પ્રદેશમાં શુક્રવારે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી એટલે કે 60 કલાકનું લોકડાઉનલગાવવાની જાહેરાત કરાઈ છે.

કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ગુરુવારે જમ્મૂ શ્રીનગર સહિતના 8 જિલ્લામાં રાત્રિ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી છે. આ નાઈટ કર્ફ્યૂ આજથી પ્રભાવી થશે. આ કર્ફ્યૂ રાતે 10થી સવારના 6 વાગ્યા સુધી પ્રભાવી રહેશે.

કોરોના વધતા સંક્રમણના કારણે રાજસ્થાનના 8 શહેરોમાં કોરોના કર્ફ્યૂ લગાવાયો છે. અહીં રાતના 8થી સવારના 6 વાગ્યા સુધી આવનારા આદેશ સુધી કોરોના કર્ફ્યૂની જાહેરાત કરાઈ છે.

પંજાબમાં 30 એપ્રિલ સુધી રાતના 9થી સવારના 5 સુધી, કર્ણાટકના બેંગલુરુ, મૈસુર, મંગલુરુ, કલબુર્ગી, બિદર, તુમાકુરુ, ઉડુપી, મનિપાલમાં 20 એપ્રિલ સુધી રાતના 10થી સવારના 5 સુધી તો ઓરિસ્સાના સુંદરગઢ, બારગઢ, સંબલપુર, બાલાંગીર, નૌપડા, કાલાહાંડી, મલકાનગિરિ, કોપાપુટ, નબરંગપુર, ઝારસુગુડામાં આવનારા આદેશ સુધી રાતના 10થ સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂજાહેર કરાયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.