કુસ્તીબાજો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ચાલી 2 કલાકથી વધુ બેઠક…

ભારતના કુસ્તીબાજો છેલ્લા દોઢ મહિનાથી દિલ્હીના જંતરમંતર પર પોતાના આત્મ સન્માન માટે લડાઈ લડી રહ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે થઈ રહેલા વિરોધ વચ્ચે કુસ્તીબાજોએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી છે. જો કે, આ મીટિંગમાં શું ચર્ચા થઈ તે અંગે સરકાર અથવા કુસ્તીબાજો તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. ખાસ વાત એ છે કે આ બેઠક એવા સમયે થઈ હતી જ્યારે કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણસિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે 5 દિવસનો સમય આપ્યો હતો.

અમિત શાહ અને કુસ્તીબાજો વચ્ચે શનિવારે મોડી રાત્રે થયેલી બેઠક બે કલાકથી વધુ સમય ચાલી હોવાના અહેવાલ છે. રેસલર જેવા કે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને કેટલાક કોચ આમાં સામેલ હતા. આ સિવાય સ્ટાર રેસલર વિનેશ ફોગાટ પણ વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવતી જોવા મળે છે. કુસ્તીબાજોએ સરકાર પર કાર્યવાહીમાં વિલંબનો આરોપ પણ લગાવ્યો છે.

28 એપ્રિલે દિલ્હી પોલીસે કુસ્તીબાજોની ફરિયાદ પર સિંહ વિરુદ્ધ બે FIR નોંધી છે. માહીતી છે કે અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન કુસ્તીબાજોએ તપાસમાં વિલંબનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે માંગ કરી છે કે આ કેસમાં જલ્દી જ મજબૂત ચાર્જશીટ મૂકવામાં આવે. આ પહેલા ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પણ કુસ્તીબાજોને તપાસમાં સહયોગ કરવાની વિનંતી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.