અરે બાપ રે. વડોદરામાં પિતા પુત્રે ટ્રેન નીચે આવી આપધાત કર્યો , બંનેનાં માથા થયા શરીરથી અલગ

વડોદરામાં (VADODARA ) આત્મહત્યાનો (SUICIDE) રૂવાડા ઉભા કરી દે તેવો બનાવ બન્યો છે. ઉદ્યોગપતિ (BUSINESSMAN) પિતા (FATHER) અને પુત્ર (SON) એકસાથે ટ્રેન (TRAIN) નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો છે ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને પુત્ર રસેશ દલાલ્ કર્યો. બનેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં (SAYAJI HOSPITAL) ખસેડયાં છે.

મળતી માહિતી અનુસાર વડોદરા પાસેના મકરપુરા અને વરાણામાં રેલવે ફાટક વચ્ચે મંગળવારના રોજ સાંજે બે મૃતદેહ કપાયેલી હાલતમાં મળ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અકસ્માતનો બનાવ બન્યો હોવાથી રેલવે પોલીસ પણ દોડી આવી.

https://www.youtube.com/watch?v=ESduuLIfj04

બંનેના મૃતદેહોને સયાજી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલે પૂછપરછ કરતા બંને પિતા-પુત્ર વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા હોવાનું ખુલ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા ૭૩ વર્ષીય દિલિપભાઈ વિમલભાઈ દલાલ અને તેમના ૪૩ વર્ષીય રસેશ દિલીપભાઈ દલાલે રેલ્વે નીચે પડતું મુકીને આત્મહત્યા કરી હતી.

તેઓ ફેક્ટરી ધરાવે છે. મંગળવારે સાંજે તેઓ ઘરે થી ‘મકરપુરા ટિકિટ લેવા જઈએ છીએ’ તેવું કહીને ઘરેથી નીકળ્યા હતા.દિલિપભાઈનો પુત્ર માનસિક બીમાર હતો. અપરિણીત હતો. ત્યારે તેમણે કયાં કારણોસર આ પગલું ભર્યું તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.