વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડો.વિજય શાહનાં સોશિયલ મીડિયાનું એકાઉન્ટ હેક થતાં તેઓએ સાઈબર ક્રાઇમમાં જાણ કરી હતી.
વિગતો મુજબ હેકર્સ દ્વારા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના મિત્રોને નાણાકીય સહાય માટેના મેસેજ અને ફોન થતાં તેઓ ચોંકી ગયા હતા અને તેઓએ આ અંગે સાયબર ક્રાઇમમાં જાણ કરવા સાથે સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મારા નામથી કોઈ ફોન કે મેસેજ આવે તો ચેતતા રહેવા તાકીદ કરી હતી.
તેઓએ પોતાના એકાઉન્ટ હેક થઈ ગયા હોવાની જાણ કરી છે અને આ પોસ્ટ બાદ વિજય શાહે સાયબર ક્રાઈમમાં પણ તેમના એકાઉન્ટ હેક થયાની જાણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.