વડોદરામાં ભાયલી વિસ્તારમાં બીજા નોરતે 16 વર્ષિય સગીરા સાથે થયેલા ગેંગરેપના આરોપીઓની પોલીસે 48 કલાક બાદ ધરપકડ કરી છે. પાંચ પૈકી ત્રણ નરાધમો વિધર્મી છે. ગેંગરેપ આચર્યા બાદ આ ત્રણેય પીડિતાનો મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. જો કે એ જ પીડિતાના મોબાઈલ પરથી કરેલી એક ભૂલ પોલીસ માટે મજબૂત કડી સાબિત થઈ છે.
વડોદરાના ભાયલીમાં 16 વર્ષિય સગીરા સાથે બીજા નોરતાની રાત્રિએ થયેલા ગેંગરેપના તમામ નરાધમોની પોલીસે ધરપકડ કરી છે. ભાયલીમાં સૂમસામ રસ્તાની સડકના ડિવાઈડર પર સગીરા તેના મિત્ર સાથે બેસેલી હતી ત્યારે ત્રણેય નરાધમોએ નક્લી પોલીસ બની તેમની પૂછપરછ કરી અને ત્યારબાદ સગીરા સાથે તેના બોયફ્રેન્ડની સામે દુષ્કર્મ આચર્યુ હતુ. આ સમગ્ર ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે 48 કલાક બાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી અને તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
નરાધમોઓ પીડિતાના મોબાઈલ પરથી કર્યો કોલ
વડોદરા શહેર પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ આ કેસમાં આરોપીઓ દુષ્કર્મ બાદ પીડિતાનો મોબાઈલ લઈને ફરાર થઈ ગયા હતા અને એ બાદ પોલીસે તેના મોબાઈલને પણ ટ્રેસ કરી રહી હતી. આ દરમિયાન આરોપીઓએ પીડિતાના મોબાઈલ પરથી કરેલો એક કોલ પોલીસ માટે મજબૂત કડી બન્યો હતો. પોલીસે એ મોબાઈલન પરથી કાયેલા કોલ પરથી લોકેશન ટ્રેસ કર્યુ હતુ અને આરોપીઓ સુધી પહોંચી હતી. આ અગાઇ પોલીસે ઘટનાસ્થળથી 45 કિલોમીટરના એરિયામાં આવતા 1100 સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ્યા હતા અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી હતી.
ત્રણેય નરાધમો વિધર્મી
સીપીના જણાવ્યા મુજબ આ ગેંગરેપકાંડમાં ત્રણેય આરોપીઓ વિધર્મી છે અને ત્રણેય મૂળ ઉત્તરપ્રદેશના છે. છેલ્લા 10 વર્ષથી ત્રણેય આરોપીઓ વડોદરામાં રહે છે અને કડિયાકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમા 36 વર્ષનો અલ્તાફ, 26 વર્ષનો શાહરૂખ વણઝારા અને 27 વર્ષિય મુન્ના ઉર્ફે અબ્બાસની ધરપકડ કરી લેવાઈ છે. મોબાઈલ ડેટાના CDRના આધારે આરોપીઓનું પગેરુ મળ્યુ હતુ. આરોપીઓ સુધી પહોંચવામાં શહેર પોલીસ અને વડોદરા ગ્રામ્ય પોલીસની મદદ લેવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.