વડોદરામાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને કડવો અનુભવ થયો હતો
ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે વડોદરામાં થોડા દિવસ અગાઉ પડેલ વરસાદના કારણે શહેરમાં પાણી ભરાયા હતા. ઉપરાર વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં ઘુસી જતા શહેરીજનોને ભારે હાલાકી વેછવાની વારી આવી છે.
કુબેર ડિંડોર
ત્યારે લોકની મુશ્કેલીના ટાણે રાજ્યકક્ષાના મંત્રીઓ વડોદરામાં લોકોની મુલાકત લેવા ગયા હતા. જેમાં તમામ મંત્રીઓને કડવા અનુભવો થઇ રહ્યા છે. જેમાં તાજેતરમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને પણ વડોદરામાં કડવો અનુભવ થયો હતો.
વડોદરામાં પૂર બાદ શિક્ષણમંત્રી લોકની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જે દરમિયાન તેઓ વિવિધ સોસાયટીઓમાં લોકોના ખબરઅંતર પૂછવા અને રાશનકિટના વિતરણ કરવા માટે નિકળ્યા હતા તે સમયે ઘટના આ ઘટના ઘટી હતી.
રાશનકિટના વિતરણ દરમ્યાન વાઘોડિયા રોડની સોમનાથ સોસાયટીના નાગરિકોએ શિક્ષણમંત્રીને દૂરથી જ રામ રામ કર્યા હતા. જેમાં રહીશોએ આગળ ચાલતી પકડો એવો ઈશારો કુબેર ડિંડોરને હાથથી કર્યો હતો.
સોસાયટીમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર હાથ જોડી રહ્યા હતા અને નાગરિક અહીંથી નીકળો તેવો ઈશારો કરતાં રહ્યા તેવા દ્રર્શ્યો જોવા મળ્યા હતા. ભારે વરસાદના કારણે ભરાયેલ પાણી લોકોને થયેલ પરેશાનીના કારણે રહીશોમાં હાલ પણ રોષ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.