વડોદરા રાવપુરા પોલીસે ની શંકાસ્પદ દરોડા કામગીરી અંગે શહેર પોલીસ કમિશનરે ઝોન-2 ડીસીપીને તપાસ સોંપતા 5 પોલીસ કર્મચારીઓ દોષિત જણાતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.અને પોલીસ કમિશનરે બુટલેગર ને છાવરતા પોલીસકર્મચારીઓ સામે કડક પગલાં ભરતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.
વિગતો મુજબ રાવપુરા માં દારૂના વેચાણની બાતમી મળતા રાવપુરા પોલીસે દરોડો પાડી બુટલેગર હિરેન સુરેશભાઈ ઠક્કર (રહે. પ્રતાપ રોડ, સંસ્થા વસાહત ગેટ સામે) ની ધરપકડ કરી હતી અને માત્ર 6 દારૂની બોટલો કબજે કરી હતી.
આ ઘટનાના 1 કલાક બાદ પીસીબીએ આ જ સ્થળ પર દરોડો પાડી બુટલેગરની ધરપકડ કરીને દારૂની 16 બોટલો કબજે કરતા રાવપુરા પોલીસ ની બુટલેગર ને છાવરવા અંગે ની ફરિયાદ પોલીસ કમિશનર પાસે પહોંચતા તેઓ દ્વારા ડીસીપી જયરાજસિંહ વાળાને આ કેસ ની તપાસ સોંપતા આ મામલામાં પાંચ પોલીસ કર્મચારી દોષિત જણાયા હતા.
જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને જેમાં પોલીસ કોન્સ્ટેબલ મુખ્તાર અહેમદ શોકતઅલી, લોકરક્ષક વિપુલ દુલાભાઈ, લોકરક્ષક આકાશ ભાનુભાઈ અને એએસઆઈ રાજુ પુંજાભાઈ અને એએસઆઈ સલાઉદ્દીન સીદ્દીભાઈ નો સમાવેશ થાય છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.