વડોદરમાં તૃષા સોલંકી હત્યા કેસમાં પોલીસને CCTV ફૂટેજ મળી આવ્યા છે. જેમાં તૃષાના ચહેરા પર સ્માઈલ જોવા મળી રહી છે. જોકે, એના એક કલાક બાદ જ હત્યારાઓએ એની હત્યા કરી નાંખી હતી. ગણતરીના કલાકમાં વડોદરા ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી કલ્પેશ ઠાકોરને ઝડપી લીધો હતો. કોચિંગ ક્લાસના પાર્કિંગના ફૂટેજ મળી આવ્યા છે.અને જેમાં તૃષા એક્ટિવા લઈને જઈ રહી છે. જ્યારે અન્ય એક ફૂટેડમાં તે એક્ટિવા લઈને બહાર જતી જોવા મળે છે.
જ્યારે ત્રીજા ફૂટેજમાં તે હાઈવે પાસે કલ્પેશ તથા મિત્ર દક્ષેશને મળે છે. જેઓ બાઈક પર આવતા જોવા મળ્યા હતા. વડોદરા શહેર નજીક ધનિયાવી ગામ પાસે મંગળવારની રાત્રે મુજાર ગામ નજીક એક તરફી પ્રેમમાં પાગલ કલ્પેશ ઠાકોરે તૃષાની હત્યા પાળીયાના ઘા મારીને કરી નાંખી હતી. તૃષા પર 10 વધારે પાળીયાના ઘા મારી દેવામાં આવ્યા હતા.અને પોલીસ તપાસમાંથી સામે આવ્યું છે કે, ત્રણ વર્ષ પહેલા તૃષા અને કલ્પેશ વચ્ચે સારી મિત્રતા હતી. પણ તૃષા કૉલેજ કરીને પાછી ફરી હતી. એ પછી ઈલેક્ટ્રિકમાં ITI કરનાર કલ્પેશ સાથે તેમણે સંબંધો તોડી નાંખ્યા હતા.
તૃષાને કલ્પેશ વારંવાર ફોન કરતો હતો પણ તૃષા જવાબ આપતી ન હતી. તેથી તે રોષે ભરાય હતો. મંગળવારે સાંજે છેલ્લી વખત મળવાનું બહાનું કરીને મુજારી ગામ નજીક જ્યાં અગાઉ તેઓ મળતા હતા ત્યાં બોલાવી હતી. પછી એનું ઢીમ ઢાળી દીધું હતું. છેલ્લા બે મહિનાથી તે માણેજા ખાતે આર્યન રેસિડન્સીમાં મામાના ઘરે રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. પોલીસની શારીરિક કસોટી પાસ કરી હવે તે લેખિત પરીક્ષાની તૈયારીઓ કરતી હતી.અને મંગળવારે રાત્રે પોલીસને મેસેજ મળ્યો કે, ધનિયાવી ગામે સીમ નજીક એક યુવતીનો મૃતદેહ પડ્યો છે. જેનો એક હાથ કાપી નાંખવામાં આવ્યો છે.
આ ઘટનાની જાણ થતા જ મકરપુરા PI પટેલનો સ્ટાફ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ તપાસમાંથી યુવતીનું નામ તૃષા હોવાનું જાણવા મળ્યું. હત્યા કરનાર કલ્પેશે યુવતીના હાથ,ગાલ, ગરદન અને પીઠાના ભાગે ઘા માર્યા હતા. વડોદરા પોલીસે માત્ર 16 કલાકમાં કલ્પેશની ધરપકડ કરી લીધી હતી. કલ્પેશે યુવતીનું એક્ટિવા લઈને બહાર હાઈવે સુધી આવીને માલબલના કારખાના પાસે એક્ટિવા મૂકી દીધું હતું.અને એ પછી તે પોતાના મિત્ર દક્ષેસ સાથે ઘરે જતો રહ્યો હતો. તૃષાનો મોબાઈલ સ્વિચ ઓફ કરીને પોતાના ટુ વ્હીલર નીચે મૂકી દીધો હતો. પોલીસ તપાસ દરમિયાન આ મોબાઈલ તેને ટુ વ્હીલરની નીચેથી કાઢી દીધો. જ્યારે હત્યામાં ઉપયોગમાં લેવાયેલું દોઢ કિલો વજનવાળું પાળીયું તેને ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં છુપાવી દીધું હતું. પોલીસે પૂછપરછ હેતું તૃષાના 12 મિત્રોને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
જેમાંથી કલ્પેશ ઠાકોર અંગે માહિતી મળી હતી. પછી પોલીસે કલ્પેશને એના ઘરેથી જ ઝડપી લીધો હતો. તૃષાની હત્યા કર્યા બાદ કલ્પેશે પાળીયું એની ઓઢણીથી સાફ કર્યું હતું. કલ્પેશને મોબાઈલ ફોન ચાલું હતો એટલે એનો ફોન ટ્રેક કરવામાં પોલીસને સરળતા રહી. ઘરે આવીને કલ્પેશે લોહીવાળા કપડાં ધોઈ નાંખ્યા અને પાળીયું છુપાવી દીધું હતું.અને તૃષાના પિતા રાજેન્દ્રસિંહ સોલંકીએ વાતચીતમાં જણાવ્યુ હતું કે, મારી દીકરીના હત્યારાને ફાંસીની સજા થવી જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.