આંગળીના ટેરવે જોતજોતાંમાં વીડિયો વાયરલ થઈ હતા હોય છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીનો એક વીડિયો વાયરલ કરવા મામલે વડોદરાના એક યુવકની ધપકડ કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો હે ત્યારે મુખ્યમંત્રીની સ્પીચ સાથે ચેડાં થયા હોવાના આરોપમાં રાજ્યની ક્રાઇમ બ્રાન્ચે એક યુવકની ધરપકડ કરી છે.
નોંધનીય છે કે આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે યુવકની ધરપકડ કરવામાં આવી છે તે પ્રદીપ કહાર વડોદરામાં રહે છે તથા તે ડીજેનો વ્યવસાય કરતો હોવાનું સામે આવ્યું છે. તેના પર વાસ્તવિક વીડિયોને એડિટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.