રાજ્યમાં દિનપ્રતિદિન આપઘાતની (Suicide) ઘટનાઓ સામે આવી રહી છે. હજુ તો આયેશા આપઘાત કેસના (Ayesha Suicide case) પડધાં શમ્યા નથી ત્યાં વડોદરામાં સામૂહિક આપઘાત અને આણંદમાં પણ સામૂહિક આપઘાતની ઘટની ઘટી ચુકી છે.
દરમિયાનમાં રોજ રોજ લોકો જિંદગીથી હારી કંટાળીને જિંદગી ટૂંકાવી રહ્યા હોવાની ઘટનાઓમાં વધારો રહ્યો છે. આવી જ એક વધુ કરૂણ ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરત મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગના કર્મચારીએ આપઘાત કરી લીધો છે.
તેમને રૂપિયાની તકલીફ હોવાને લઈને રૂપિયા લીધા હતા તે ભરપાઈ ન કરી શકતા તેમના માથે મોટું દેવું થઇ ગયું હતું. બીજું બાજુ રૂપિયા જેની પાસેથી લીધા હતા તે સતત રૂપિયાની ઉઘરાણી કરતા હોવાને લઈને છેલ્લા લાંબા સમયથી તેઓ માનસિક તણાવ અનુભવતા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.