બનાવટી દસ્તાવેજોના આધારે સરકારની મા વાત્સલ્ય યોજનાના બોગસ લાભાર્થીઓ બનાવવાનું કૌભાંડ પકડાતાં આરોગ્ય વિભાગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના આજવા રોડના એક માત્ર સુદામાપુરી અર્બન હેલ્થ સેન્ટરનું ઓડિટ કરવામાં આવ્યું હતું. જ્યાંથી બનાવટી ડોકયુમેન્ટસ ઉપરથી ઈશ્યુ થયેલાં 35 મા વાત્સલ્ય કાર્ડ મળી આવ્યાં છે. આ કાર્ડ કાઢી આપનારા 7 એજન્ટો સામે ક્રાઈમ બ્રાન્ચે એફ.આઈ.આર. નોંધીને તપાસ શરુ કરી છે.
મળેલા તમામ બોગસ કાર્ડ બ્લોક કરાયા
આજવા રોડના હેલ્થ સેન્ટરમાંથી મળી આવેલા 35 બોગસ મા કાર્ડ બ્લોક કરી દેવાયા છે. આ તમામ કાર્ડ ગત ઓકટોબર મહિનામાં ઈશ્યુ થયાં હતા.
આરોગ્ય વિભાગે ગાંધીનગર ખાતેની કચેરીમાં જાણ કરવામાં આવી હતી. આ સાથે સાત એજન્ટની સામે ફરિયાદ નોંધાઇ છે જેમના પ્રાથમિક માહિતી પ્રમાણે નામ, મનિષ પટેલ, મનોજ સોની, નરેશ, જીતુ, પ્રવિણ, સતિષ છે.
ઉપરાંત બાયોમેટ્રીક ફીંગર પ્રીન્ટ પણ લેવામાં આવે છે. દસ્તાવેજોની ચકાસણી કરવા માટે આઉટ સોર્સીંગથી એજન્સીને કામગીરી સોંપવામાં આવેલી છે.
અહિં કાર્ડ બનાવવાની કામગીરી ઓમ ઈમેજીંનરીંગ પ્રા.લી. એજન્સીને સોંપવામાં આવી હતી. પરંતુ અહીં તપાસ કરાતા ઈશ્યુ કરેલાં કાર્ડના દસ્તાવેજી પુરાવા શંકાસ્પદ જણાયા હતા.
આમા 35 ઉમેદવારોના ડોકયુમેન્ટસ હતા જેમાં શહેરના નર્મદા ભવન જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારની સહી સિક્કાવાળા આવકના દાખલા હતા. જે તમામ દાખલાઓની ખરાઈ કરતાં નકલી સાબીત થયાં હતા.
આ લોકોની પૂછપરછ કરતાં 7 એજન્ટોના નામ સામે આવ્યા હતા. જેમણે પૈસા લઈને આવકના દાખલાથી માંડીને કાર્ડ કઢાવી આપ્યા હતા. લાભાર્થીઓએ જણાવેલા એજન્ટો સામે ક્રાઈમ બ્રાન્ચે આઈ.પી.સી. 406, 420, 465, 468, 471 તથા 120(બી) પ્રમાણે FIR નોંધીને તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.