વડોદરા ખાતે વગર લાઇસન્સે ગેરકાયદે રીતે પ્રાણીઓને સારવાર માટેની દવા બનાવતી એક કંપનીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડાની કાર્યવાહી કરાઈ હતી.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, ફાર્મા ઇન્ટરકેમી, પ્લોટ નં.૧૩૭થી ૧૪૦, નાંદેસરી જી.આઇ.ડી.સી., વડોદરા, ગુજરાત ખાતે વડોદરાના ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ રેડ કરીને pentachloro-2 ‘hydroxysalicylanilideના કેમિકલ નામથી, કિલોનાં 20 ડ્રમ જેટલો એ.પી.આઇ.નો જથ્થો શોધી કાઢ્યો હતો.
. દરોડા દરમિયાન પેઢીના ભાગીદારો બલવંતભાઇ વી.રેટરેકર અને મયંક બી. રેટરેકર પિતા પુત્રએ કબૂલાત કરી છે કે, તેઓ આ ગેરકાયદે ઉત્પાદન વગર લાઇસન્સે શરૂ કરી કોઇપણ જાતના ટેસ્ટિંગ કર્યા વગર આ પ્રોડક્ટના કેમિકલ નામથી (૧) અદાણી ફાર્મા કેમ, મેટોડા, રાજકોટ, (૨) એસેન્ટ ફાર્મા, શાપર, વેરાવળ, રાજકોટ, (૩) પ્રિઝમ ઇન્ડપસ્ટ્રીઝ, ખંભાત, આણંદ, (૪) કૈવલ કેમિકલ પ્રા.લિ., ઉમરાયા, પાદરા, વડોદરા, (૫) ટ્રીમ્પ ઇન્ટરકેમ, દિલસુખનગર, હૈદ્રાબાદ, (૬) ગરદા કેમિકલ્સ, દામ્બીવલી, ઇસ્ટ, મહારાષ્ટ્રને વેચાણ કરી હોવાનું બહાર આવ્યું હતું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.