કોરોના વાઇરસ નો ભારતમાં પગપેસારો થઈ રહ્યો છે ત્યારે તેની સામે લડવા માટે ધામક સંસ્થાઓ પણ યોગદાન આપવા સતત આગળ આવી રહી છે. જેમાં હવે વડતાલ સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય દ્વારા કુલ રૃપિયા ૩.૨૬ કરોડ રાહત નિધિમાં આપવામાં આવ્યા છે.
સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયની અમદાવાદ-વડતાલ ગાદીના તાબાના મંદિર-ગુરુકુલો દ્વારા કોરોના મહામારીના સંકટ સમયે વિવિધ આર્થિક સેવાની યાદી જાહેરકરાઇ છે. જેમાં વડતાલ-ગઢપુર-કાલુપુર-ભૂજના સ્વામિનારાયણ મંદિર દ્વારા રૃપિયા ૫૧ લાખ-૫૧ લાખ આપવામાં આવેલા છે. આ ઉપરાંત સ્વામિનારાણ મંદિર-વડતાલ દ્વારા આઇસોલેશન માટે ૫૦૦ રૃમોને ક્વોરેન્ટાઇન વોર્ડમાં ફેરવવા ઉપરાંત તેમાં શ્રમજીવીઓ માટે જમવાની-પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત સારંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા આઇસોલેશન માટે ૧૦૦ રૃમ અપાયા છે અને ૫ હજાર કિલો શાકભાજી અપાઇ છે તેમજ પોલીસકર્મીઓ માટે ભોજનની વ્યવસ્થા કરાઇ છે.
સ્વામિનારાયણ મંદિર-જૂનાગઢ દ્વારા દૈનિક ૧ હજાર ફૂડ પેકેટ-૫૦૦થી વધુ લોકોને ભોજન ૮૦૦ કિગ્રા અનાજ-કરીયાણું કિટ વિતરણ, છારોડી દ્વારા દરરોજ ૨ હજાર લોકોને ભોજન તેમજ વડતાલ ગાદીના તાબાના અન્ય મંદિર-ગુરૃકુલો દ્વારા જરૃરિયાતમંદોને ભોજન, કીટ-અનાજ વિતરણ જેવી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.