સયાજી હોસ્પિટલમાંં દાખલ થયેલા લલીત (ઉં.વ.૨૫)નું બ્રેઈન હેમરેજના કારણે મોત થતાં કુટુંબીજનોએ તેના ઓર્ગન (કિડની, લીવર અને સ્વાદુપીંડ) ડોનેટ કરવાનો સરાહનિય નિર્ણય લીધો હતો.
આ ઓર્ગનને ઝડપથી અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં પહોંચાડવા ડોક્ટરે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તાત્કાલીક ટ્રાફિક પોલીસની ટીમને તૈયાર કરી ગ્રીન કોરીડોર ઉભો કર્યો હતો.
પોલીસે વડોદરાથી સિવીલ હોસ્પિટલનું ૧૧૧ કિ.મીનું અંતર માત્ર ૭૦ મિનિટમાં પૂર્ણ કરી ઓર્ગેન હેમખેમ પહોંચાડયા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ઓર્ગેન ડોનેટને લઈ લોકોમાં ધીમેધીમે જાગૃતતા આવી રહી છે, તેમ છતાં વિવિધ અંગોની રાહ જોતાં દર્દીઓનું વેઈટીંગ લીસ્ટ દિવસે દિવસે વધી રહ્યું છે. આજે પણ ૫૦થી વધુ દર્દીઓ કિડની મળે તેની રાહ જોઈ રહ્યાં છે.
માંજલપુરમાં રહેતાં મુકેશભાઈ શંકરભાઈ પટેલ (ઉં.વ.૬૧)ને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. તેઓ જીવન – મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યાં હતા, ત્યારે જ ઘરના સભ્યોએ મન મક્કમ કરી તેમની કિડની અને લીવર ડોનેટ કરવાનુ નક્કી કરી લીધું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.