સુરત: કોરોનાને પગલે સુરત શહેરમાં લોકોએ સ્વયંભૂ સ્વચ્છતા ઝુંબેશ ઉપાડી છે. મહિધરપુરા વિસ્તારમાં ગઈકાલે શરૂ થયેલી આ ઝુંબેશ આજે મહિધરપુરા, બેગમપુરા, લાલદરવાજા સહિતના 12 વિસ્તારમાં પહોંચી ગઈ છે.
કોરોનાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. લોકડાઉનને પગલે લોકો ઘરમાં કંટાળી ગયા છે. કેટલાક વિસ્તારોમાં યુવાનો બિનજરૂરી ઘર બહાર નીકળી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરે છે. આ સ્થિતિ વચ્ચે ગઈકાલે મહિધરપુરાના એકતા સોસિયલ ગ્રુપે યુવાનોને જોતરી સ્વયંભૂ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરી હતી. આ અંગે માહિતી આપતા એકતા સોસિયલ ગ્રુપના તેજસભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે, આજે દવા છંટકાવ કરવા માટે પંપ સહિતની મશીનરી લઈ અલગ અલગ
વિસ્તારમાં સફાઈ કરવામાં આવી છે. જેમાં કાજીની વાડી, છાપરીયા શેરી, લીંબુ શેરી, શિવાંજલિ રો હાઉસ, દાલગીયાનો મહોલ્લો, જદા ખાડી, ભૂતશેરી, નાગરશેરી, વિશ્વકૃપા સોસાયટી સહિત પંચોલી શેરી અને જદાખાડીમાં આવેલા રત્નેશ્વર મહાદેવ મંદિર આસપાસ સફાઈ થઈ હતી.
આવતીકાલે ક્યા સફાઈ થશે
- ગોડીયાબાવાનું મંદિર
- નવાપુરા કરવારોડ
- ચોથીયાશેરી
- ગલેમંડી મોટીશેરી
- મણીયારાશેરી
- દાળિયાશેરી
- ધોબીશેરી
ફ્રી પંપ અને દવા વિતરણ શરૂ
દવા છંટકાવ કરવા માટે પંપની સેવા નિશૂલ્ક આપવા માટે હેનીશભાઈ કિશોરભાઈ પટેલ ઉદાત ભાવના સાથે જનજાગૃતિ અભિયાનમાં જોડાયા છે. તેમને હાઈપોક્લોરાઈટની સેવા જરૂરીયાતમંદ લોકોને આપવા શરૂ કર્યું છે. સોડિયમ હાઈપોક્લોરાઈટ એક લીટર, ફિનાઈલ 500 મીલી, ડેટોલ 100 મીલી અને પાણી 20 લીટર નાખી શેરી, મહોલ્લા અને ગલીને સેનિટાઈઝેશન શરૂ કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.