વાહન નંબર પોર્ટેબિલિટી સ્કીમ ટૂંક સમયમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે. દિલ્હી બાદ તેની શરૂઆત નોઈડાથી થઈ ગઈ છે. નવાં વાહન પર જૂનો નંબર મેળવવા ફોર વ્હીલર્સને 50 હજાર અને ટૂ વ્હીલરને 20 હજાર રૂપિયા આપવા પડશે. બંને વાહનો એક જ વ્યક્તિના નામે નોંધાયેલા હોવા જરૂરી છે. જૂના વાહન પર મળેલો નવો નંબર ફ્રી રહેશે. તેમજ જૂનાં વાહન પર જે નંબર મળશે તેના માટે કોઈ રકમ ખર્ચ કરવાની રહેશે નહીં. ફક્ત રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની ફીથી જ કામ થઈ જશે.
શું નિયમ હશે?
ઉત્તર પ્રદેશ પરિવહન વિભાગે નંબર પોર્ટેબિલિટી માટે બે શરતો મૂકી છે. જે જૂનાં વાહનનો નંબર નવાં પર લેવાનો છે તેનું રજિસ્ટ્રેશન ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી વાહનના માલિકના નામે રહ્યું હોય. બીજી શરત એ કે જૂનું વાહન જે નામથી રજિસ્ટર્ડ હોય એ જ નામથી નવું વાહન પણ રજિસ્ટર્ડ કરાવવું પડશે. ત્યારબાદ જ નંબર પોર્ટેબિલિટી સુવિધાનો લાભ મળી શકશે.
વીવીઆઈપી નંબર મેળવવા માટે હરાજીમાં જોડાવા પર એક લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ પછી જો કોઈ બીજું બોલી લગાવે તો રકમ પણ વધી શકે છે. જ્યારે જૂનાં વાહનના નંબરને નવાં વાહન પર લેવા માટેની ફી ઓછી રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં હરાજીથી આ નંબર સસ્તામાં પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.