વહિવટીતંત્રની ક્રુર મજાક, કર્યો મસમોટો છબરડો, ચૂંટણીકાર્ડ પર મતદારની જગ્યાએ કુતરાનો ફોટો છાપી દીધો

વહિવટીતંત્રની ભૂલોના કારણે વોટર આઈ ડી કાર્ડમાં નામથી માંડીને ફોટો બદલાઈ જવા સુધીના છબરડા જોવા મળતા હોય છે.

જોકે પશ્ચિમ બંગાળમાં સામે આવેલા એક કિસ્સામાં તો વોટર આઈ ડી કાર્ડ પર મતદારના ફોટાની જગ્યાએ કુતરાનો ફોટો છપાઈ ગયો છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના રામનગર ગામના રહેવાસી સુનિલ કરમાકરની સાથે તંત્રની ભૂલના કારણે આ પ્રકારની ક્રુર મજાક થઈ છે.

હવે તેમનુ કહેવુ છે કે, તેઓ ચૂંટણી પંચ સામે માનહાનિનો કેસ કરશે. 64 વર્ષીય મતદારે વોટર આઈ ડી કાર્ડમાં છબરડા હોવાથી તે સુધારવા માટે અરજી આપી હતી. જ્યારે

નવેસરથી કાર્ડ બનીને આવ્યુ ત્યારે ભૂલો તો સુધરી ગઈ હતી પણ મારી જગ્યાએ કુતરાનો ફોટો પ્રિન્ટ કરી દેવાયો હતો.

તેમનો ગંભીર આરોપ છે કે, તંત્રે જાણી જોઈને આ ભૂલ કરી છે. જેથી જાહેરમાં પણ મારે આબરુ ગુમાવવી પડી છે. મારી મજાક ઉડાવાઈ રહી છે. હવે હું ચૂંટણી પંચ સામે કોર્ટમાં જઈશ.

ચૂંટણી પંચ પણ હજી તપાસ કરી રહ્યુ છે કે, આ ભૂલ કેવી રીતે થઈ છે. જોકે તેમના માટે નવુ આઈ કાર્ડ બનાવવામાં આવી રહ્યુ છે તેવુ અધિકારીનુ કહેવુ છે.

આ જિલ્લામાં અઢી લાખ લોકોએ વોટર કાર્ડમાં રહેલી ભૂલો સુધારવા માટે અરજી કરેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.