ચીનથી 2019ના અંતમાં આવેલો અને આખી દુનિયામાં ફેલાયેલા કોરોનાવાયરસે 2020ના વર્ષમાં દુનિયામાં મહામારી ફેલાવી છે. આ વાયરસના હવે અનેક નીતનવા રૂપ સામે આવી રહ્યા છે જેના કારણે ફરી એકવાર દુનિયામાં કોરોના વાયરસને લઈને ચિંતા વધી રહી છે.
કોરોનાના નવા સ્ટ્રેનના શોધકર્તાનું કહેવું છે કે આ નવા વેરિઅન્ટમાં કેન્ટ સ્ટ્રેન અને દ. આફ્રિકાના સ્ટ્રેનના મ્યુટેશન જોવા મળ્યા છે. તેઓએ કહ્યું કે કઈ રીતે આ મ્યુટેશન થયું છે તે ખબર પડી નથી પણ તેના ફેરફારોને જાણી શકાયા છે અને નવા સ્ટ્રેનને વધારે સંક્રામક કે પ્રતિરક્ષા પ્રતિરોધી બનાવે છે.
વૈજ્ઞાનિકોનો ફિનલેન્ડમાં ફિન-796 એચ નામનો કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો છે અને તેના કારણે ફરીથી ચિંતા વધી છે
દ. આફ્રિકા અને બ્રાઝિલમાં પણ કોરોનાનો નવો સ્ટ્રેન પગ પેસારો કરી રહ્યો છે. આ સમયે વૈજ્ઞાનિકોને એક નવો સ્ટ્રેન મળ્યો છે જે ફિનલેન્ડમાં જોવા મળ્યો છે. તે દ.આફ્રિકાના સ્ટ્રેનનું મ્યુટેશન માનવામાં આવી રહ્યો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.