વૈજ્ઞાનિકોની પ્રતિષ્ઠિત સંસ્થા, અમેરિકન જિયોફિજિકલ યુનિયનનું, માનવું છે કે,ઉત્તરાખંડના ચમોલીમાં….

ઉત્તરાખંડના ચમોલીની નીતી ઘાટીમાં ભયંકર પ્રાકૃતિક આફત ભૂસ્ખલનની સાથે લાખો ટર્ન બરફ નીચે ખસવાનું પરિણામ છે. આવું માનવું છે વૈજ્ઞાનિકોની પ્રતિષ્ઠિત સંસ્થા અમેરિકન જિયોફિજિકલ યુનિયનનું છે.

ચમોલીની નીતી ઘાટીમાં આવી આફત પર વાડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી, ઈસરો, ડીઆરડીઓ સહિત દેશના તમામ વૈજ્ઞાનિક સંસ્થાનોની સાથે અમેરિકન, ઓસ્ટ્રેલિયા, જાપાન સહિત યુરોપના અનેક દેશોના વૈજ્ઞાનિકોની ટીમો તમામ પાસાઓને લઈને અધ્યયન કરી રહી છે.

અમેરિકન જિયોફિજિકલ યૂનિયનના વૈજ્ઞાનિકોએ આફત બાદ કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનને બિરદાવ્યુ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આફત બાદ તત્કાલ કેન્દ્ર તથા રાજ્ય સરકારની સાથે તમામ વૈજ્ઞાનિક સંસ્થાનોના વૈજ્ઞાનિકોએ જે ગતિથી રેસ્ક્યુ અભિયાન ચલાવ્યું છે તે બિરદાવવા યોગ્ય છે.

અચાનક જલ પ્રલય આવી જેના કારણે ભારે નુકસાન થયું

અમેરિકન જિયોફિજિકલ યૂનિયનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે હજારો ટન વજનની ચટ્ટાનો તથા લાખો ટન બરફના સીધા 2 કિલોમીટર સુધી સતત નીચે પડવાના કારણે આ વિસ્તારનું તાપમાન ઝડપથી બહું વધારે વધી ગયુ અને આ તાપમાનના ચાલતા બરફ ઝડપથી પીગળી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.