સરકાર રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા માંગે છે. આ માટે સરકાર માટે સ્વદેશી રસીનું ઉત્પાદન વધારવા સિવાય બીજી કોઈ વિકલ્પ નથી. આ વાતને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકાર અમુક સરકારી અને ખાનગી દવા કંપનીઓને જરૂરી લાઇસન્સ આપી રસી બનાવવાની મંજૂરી આપી શકે છે.
સૂત્રોનું માનીએ તો ઉચ્ચ સ્તર પર આ વાત પર વિચાર વિમર્શ ચાલી રહ્યા છે. અને રસીકરણ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોની સલાહ પણ આ દિશામાં જ છે. જો બધુ બરાબર રહ્યું તો જલ્દી જ આ વાતની ઘોષણા કરવામાં આવશે. હકીકત એ છે કે ઓક્સિજનની સાથે સાથે દેશમાં રસીની પણ અછત છે.
સરકાર હાલ માત્ર રસીકરણ અભિયાનને કઈ રીતે વધારવું તેને પ્રાથમિકતા આપી રહી છે. અને આ સમયે રસીનું ઉત્પાદન વધારવા સિવાય સરકાર પાસે કોઈ જ વિકલ્પ નથી. જેના માટે સરકાર હવે અન્ય કંપનીઓને પણ જરૂરી લાઇસન્સ આપી રસી બનાવવા માટે આદેશ આપી શકે છે.
રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર પાસે રસીની પેટન્ટ માટેનાં જે કાયદાકીય હકો છે તે અધિકાર સાથે તેઓ રસીનું નિર્માણ કરવા માટે કોઈ પણ બીજી કંપનીને નિર્માણ કરવા માટેની પરવાનગી આપી શકે છે. જેથી ઉત્પાદન વધારી શકાય
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.