વાજિદે હું ધર્મપરિવર્તન ના કરુ તો છૂટાછેડાની ધમકી આપી હતીઃ પત્ની કમલરુખનો વધુ એક આરોપ

દેશભરમાં લવ જેહાદના મુદ્દે છોડાયેલી બહેસ વચ્ચે બોલીવૂડના દિવંગત સંગીતકાર વાજિદ ખાન પર તેમની પારસી પત્નીએ વધુ એક ચોંકાવનારો આક્ષેપ મુક્યો છે.

વાજિદ ખાનની પત્ની કમલરુખ ખાને કહ્યુ છે કે, વાજિદ ખાન મારા પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરી રહ્યા હતા.એટલુ જ નહી વાજિદે મને છુટાછેડાની ધમકી પણ આપી હતી.હું લગ્ન કરતા પહેલા વાજિદ સાથે 10 વર્ષ સુધી રિલેશનશિપમાં હતી.એ પછી મેં લગ્ન કર્યા હતા.જોકે 2014માં વાજિદે મારા પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ રકવા માંડ્યુ હતુ.જેના પગલે હું પતિથી 6 વર્ષ અલગ પણ થઈ ગઈ હતી.

કમલરુખે કહ્યુ હતુ કે, વાજિદે છૂટાછેડાની ધમકી આપવાની સાથે 2014માં કેસ પણ કર્યો હતો.જોકે આ કેસ આગળ વધ્યો નહોતો.બાદમાં વાજિદને ભૂલનો અહેસાસ થયો હતો અને તેમણે મારી માફી પણ માંગી હતી.

તાજેતરમાં જ કમલરુખે સોશિયલ મીડિયા પર એક મોટી પોસ્ટ મુકીને વાજિદ ખાનના પરિવારજનો દ્વારા ધર્મ પરિવર્તન માટે દબાણ કરાતુ હોવાનો આરોપ લગાવ્યો હતો.જેના પગલે હલચલ મચી ગઈ હતી.

કમલરુખે કહ્યુ હતુ કે, મેં વાજિદ સાથે સ્પેશ્યલ મેરેજ એકટ હેઠળ લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ સાસરિયાઓએ મારા પર ધર્મ બદલવાનુ દબાણ કરવા માંડ્યુ હતુ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.