વાળમાં લગાઓ ગ્રીન-ટી, થોડાક જ દિવસમાં જોવા મળશે વાળની સુંદરતા

જો વાળની દેખરેખ સારી રીતે કરવામાં આવે તો વાળની સુંદરતામાં વધારો થઇ શકે છે. પરંતુ વાળની દેખરેખ કરવું ઘણીવાર ઘણુ મુશ્કેલ બની જાય છે. કેટલીય વાર એક ખોટી પ્રોડક્ટ વાળને એવી રીતે નુકશાન પહોંચાડે છે કે વાળ હંમેશા માટે ખરાબ થઇ જાય છે. આ કારણથી મોટાભાગના લોકો વાળ માટે કેમિકલ વગરની પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું વધારે યોગ્ય સમજે છે. ઘણીવાર તો લાંબા સમય સુધી આપણને સમજમાં જ નથી આવતું કે વાળ કેમ ઉતરી રહ્યા છે, વાળ શુષ્ક કેમ થઇ ગયા છે. પરંતુ આ પ્રકારની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે જો કોઇ ઉપાય છે તો તે છે કેટલાક ઘરેલૂ નુસ્ખા, જેના ઉપયોગથી વાળ પહેલાની જેમ સ્વસ્થ અને સુંદર થઇ જાય છે.

જો તમે ઇચ્છો છો કે તમારા વાળમાં કોઇ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તો વાળને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે ગ્રીન ટીનો ઉપયોગ કરો. ગ્રીન ટી કેટલાય પ્રકારના પોષક તત્ત્વોથી ભરપૂર હોવાને કારણે વાળને હંમેશા સ્વસ્થ બનાવી રાખે છે અને દરેક સમસ્યાઓથી રક્ષા કરે છે. કોઇ પણ અન્ય હેર પ્રોડક્ટનો ઉપયોગ કરવાની જગ્યાએ જો તમે પોતાના વાળને ગ્રીન ટીથી ધોઇ નાંખો છો તો તમારા વાળનો ગ્રોથ વધશે, વાળ મજબૂત બનશે અને પ્રાકૃતિક રીતે ચમકદાર પણ થશે. જાણો, કેવી રીતે ગ્રીન ટીનો ઉપયોગ કરીને તમે તમારા વાળને પ્રાકૃતિક રીતે સ્વસ્થ અને સુંદર બનાવી શકો છો.

વાળમાં ગ્રીન ટી લગાવવાની પદ્ધતિ

સામગ્રી 

અડધા લીટર પાણી

2-3 ગ્રીન ટી બેગ્સ

કેવી રીતે ઉપયોગ કરશો?

– એક વાસણમાં પાણી ગરમ કરો.

– ગ્રીન ટી બેગ્સને તેની અંદર નાંખીને તેને થોડીકવાર માટે ઢાંકી દો.

– જ્યારે પાણી હળવું ગરમ રહે ત્યારે તેનાથી વાળને ધોઇ નાંખો.

– હવે વાળના મૂળમાં ધીમે-ધીમે મસાજ કરો અને તેને 10 મિનિટ માટે એમ જ રહેવા દો.

– 10 મિનિટ બાદ પોતાના વાળને પાણીથી ધોઇ નાંખો.

ગ્રીન ટીમાં રહેલાં પોષક તત્ત્વ 

ગ્રીન ટી પૉલીફીનોલ નામના લાભદાયી તત્ત્વથી ભરપૂર હોય છે. ગ્રીન ટીમાં મળી આવતાં પૉલીફીનોલનું નામ એપિગૈલોકૈટેચિન ગેલેટ અથવા ઇજીસીજી છે, જે વાળને ભરાવદાર બનાવે છે. આ ડાયરેક્ટ વાળના મૂળ સુધી લાભ પહોંચાડે છે અને વાળના રોમને સક્રિય બનાવે છે. ઘણીવાર વાળને પર્યાવરણીય પરિબળોને કારણે પણ નુકશાન થઇ જાય છે. આ પ્રદૂષણ અથવા પરજીવી હોઇ શકે છે. બંને વાળ માટે ખૂબ જ નુકશાનકારી હોય છે. પરંતુ ગ્રીન ટીનાં પાણીથી વાળ ધોવાથી બેક્ટેરિયા અને ફંગલ પરજીવી નષ્ટ થઇ શકે છે. ગ્રીન ટીના પાણીનો ઉપયોગ સતત ઉતરતાં વાળને કંટ્રોલ કરી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.