વાળને મજબૂત અને ચમકદાર બનાવવા માટે આ હોમમેડ હેર માસ્કનો ઉપયોગ કરો

બદામ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે તે તો બધા જાણે જ છે. બદામનું દૂધ ન માત્ર સ્વાસ્થ્ય માટે પરંતુ તમારા વાળ માટે પણ લાભદાયી હોય છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ ગુણકારી સાબિત થઇ શકે છે. બદામના દૂધનો ઉપયોગ કરીને તમે સરળતાથી વાળની સુંદરતા વધારી શકો છો. તો જાણો એક સરળ હોમમેડ હેર માસ્ક અને તેનાથી થતાં ફાયદાઓ વિશે…

બદામ મિલ્ક કન્ડીશનિંગ હેર માસ્ક રેસિપી 

સામગ્રી :- 

અડધો કપ બદામનું દૂધ

1 મોટી ચમચી બદામનું તેલ

1 મોટી ચમચી એરંડીનું તેલ

અડધો કપ હુંફાળું પાણી

બનાવવાની રીત 

– એક બાઉલ લો, તેમાં બદામનું દૂધ, બદામનું તેલ અને એરંડીનું તેલ નાંખો.

– સારી રીતે મિક્સ કરો અને હુંફાળું પાણી નાંખો.

– વાળમાં લગાવવા માટે પહેલા વાળને ઓળી લો.

– માસ્ક લગાઓ અને 10-15 મિનિટ માટે પોતાના સ્કૈલ્પની માલિશ કરો.

– પોતાના વાળને શૉવર કેપથી ઢાંકી દો અને એક અથવા બે કલાક માટે રહેવા દો.

– છેલ્લા વાળને સામાન્ય પાણીથી ધોઇ નાંખો.

બદામ મિલ્ક કન્ડીશનિંગ હેર માસ્કના ફાયદા :- 

ગ્રે હેર ગ્રોથને નિયંત્રિત કરે છે

ગ્રે વાળને અલગ-અલગ રીતે રંગ કરાવીને કવર કરી શકાય છે, પરંતુ આ ઉપરાંત તમારે ગ્રે હેરના ગ્રોથનું નિયંત્રણ કરવું પણ જરૂરી છે. સતત વાળને કલર કરવું વાળને મૂળમાંથી ડેમેજ કરી શકે છે. આ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે, બદામનું દૂધ ઉપયોગી સાબિત થઇ શકે છે. વિટામિન ઈ, સી જેવા પોષક તત્ત્વ ગ્રે હેર ગ્રોથને અટકાવવામાં મદદ કરે છે.

વાળની બનાવટને સુધારે છે

કોઇ પણ બેજાન વાળ રાખવાનું પસંદ નથી કરતું કારણ કે તે તમારા આત્મવિશ્વાસને ઘટાડી દે છે. બદામનું દૂધ વિટામિન એ, ઈ, ઝિન્ક અને પોટેશિયમ જેવા પૌષ્ટિક તત્ત્વો અને તત્ત્વોનાં સદ્દગુણોથી ભરપૂર હોય છે જે તમારા વાળને સુંદર અને ચમકદાર બનાવવા માટે મરમ્મત કરીને તેને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. જો તમે તમારા કર્લી હેરનો ઉપાય કરવા ઇચ્છો છો તો એરંડીના તેલની જગ્યાએ કન્ડીશનિંગ હેર માસ્કમાં ઈંડું મિક્સ કરવું વધારે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

સ્કૈલપ ઇન્ફેક્શનને ઘટાડે છે

તમારા વાળમાં પ્રદૂષકો અને ચિકણાશની સાથે થોડુક સંક્રમણ થવું સ્વાભાવિક છે. પરંતુ તમે પૌષ્ટિક બદામ મિલ્ક હેર માસ્ક લગાવીને પોતાના સ્કૈલ્પને સ્વસ્થ રાખી શકો છો. તેના નિયમિત ઉપયોગની સાથે ખંજવાળ અને સંક્રમણ ઓછુ થઇ જશે. ઇન્ફેક્શન સામે લડવા માટે કેસ્ટર ઑઇલની જગ્યાએ માસ્કમાં 1 મોટી ચમચી દહીં અને નારિયેળ તેલ મિક્સ કરો.

હેર ગ્રોથ વધારે છે

બધાને ભરાવદાર વાળ ગમે છે, પરંતુ પ્રદૂષણ અને રાસાયણિક-સંક્રમિત ઉત્પાદનોના ઉપયોગથી ભરાવદાર વાળ મેળવવા સરળ નથી. બદામનું દૂધ મેગ્નેશિયમની સાથે ઉપયોગમાં લેવાય છે જે વાળના રોમને મજબૂત કરવામાં મદદ કરે છે હેરનો ગ્રોથ વધારે છે. આ સાથે જ તેમાં રહેલ આયર્ન લોહીનું પરિભ્રમણ વધારે છે જે વાળના સ્વાસ્થ્ય અને વિકાસ માટે ફાયદાકારક હોય છે.

વાળને કન્ડીશ્નિંગ કરે છે

બદામ વાળને રેશમી અને સ્વસ્થ બનાવવા માટે ઓળખાય છે. આ હેર માસ્કનો ઉપયોગ કરવાથી વાળ બાઉન્સી અને મૉઇશ્ચરાઇઝ થાય છે.. એકવાર તમારા વાળને ઊંડાણથી પોષણ મળ્યા બાદ વાળના કમજોર થવાની અને ગૂંચની શક્યતાઓ ઓછી થઇ જાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.