લાઈફસ્ટાઇલમાં ફેરફાર થવાને કારણે પણ વાળ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાળને સિલ્કી અને સાઇની બનાવવા માટે ખાણ-પીણીનું પણ વિશેષ ધ્યાન રાખવાની જરૂર હોય છે. જાણો, વાળને સિલ્કી અને સાઇની બનાવવા માટે ડાયેટમાં કઇ વસ્તુઓને સામેલ કરવી જોઇએ. આ વસ્તુઓનું સેવન કરવાથી વાળ સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે. જાણો, વાળને સિલ્કી બનાવવા માટે ડાયેટમાં કઇ વસ્તુઓ સામેલ કરશો…
ગ્રીક યોગર્ટનું સેવન કરો
વાળને સિલ્કી અને સાઇની બનાવવા માટે ગ્રીક યોગર્ટનું સેવન કરો. ગ્રીક યોગર્ટમાં વિટામિન-B5 વધુ પ્રમાણમાં મળી આવે છે જે વાળને સિલ્કી અને સાઇની બનાવવામાં મદદરૂપ થાય છે.
પાલકનું સેવન કરો
પાલકનું સેવન સ્વાસ્થ્યની સાથે જ વાળ માટે પણ ઘણું ફાયદાકારક હોય છે. પાલકમાં વિટામિન-એ, સી, ફોલેટ અને આયર્ન મળી આવે છે જે વાળને સિલ્કી અને સાઇની બનાવવામાં મદદ કરે છે. વાળ સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે ડાયેટમાં પાલકને સામેલ કરો.
શક્કરિયાનું સેવન કરો
શક્કરિયાનું સેવન કરવાથી વાળ સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે. વાળને સિલ્કી અને સાઇની બનાવવા માટે ડાયેટમાં શક્કરિયાને સામેલ કરો.
અળસીના બીજ
અળસીના બીજનું સેવન પણ વાળ માટે ઘણું ફાયદાકારક હોય છે. સિલ્કી અને સાઇની વાળ માટે અળસીના બીજનું સેવન કરો. અળસીના બીજ સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદાકારક હોય છે. કોઇ બીમારીના પેશેન્ટ હોય તેણે કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં પોતાના ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.