વલ્ગર વિડિયો દેખાડીને પાંચ બાળા પર દુષ્કર્મ કર્યું, તેલંગાણાની પ્રાયમરી સ્કૂલના હેડમાસ્ટરનું પરાક્રમ

– છેક ઑગષ્ટ માસથી રાક્ષસી કાર્ય કરતો હતો

તેલંગાણાના ભદ્રદરી કોઠાગુડમ જિલ્લાની એક પ્રાયમરી સ્કૂલના હેડમાસ્ટરે સગીર વયની પાંચ બાલિકાઓ પર સતત રેપ ગુજાર્યો હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો હતો.

રાજ્ય સરકારે કોરોનાકાળ ચાલુ હોવા છતાં ઑગષ્ટ માસથી સ્કૂલો ચાલુ કરાવી દીધી હતી. એક શિક્ષક અને હેડમાસ્ટર એમ બે જણ વારાફરતી સ્કૂલમાં ભણાવવા આવતા હતા. એ દરમિયાન હેડમાસ્ટરની દાનત બગડી હતી અને એણે બાલિકાઓને અશ્લીલ વિડિયો દેખાડીને પોતાનો હવસ સંતોષવા માંડ્યો હતો. એક પછી એક પાંચ બાળાઓ સાથે દુષ્કર્મ કર્યું હતું.

બે બાળા બીમાર પડી ગઇ હતી. તેમાંની એક બાળાએ એની માતાને આ વાત કરી હતી એટલે આખો કિસ્સો બહાર આવ્યો હતો. સાતથી 11 વર્ષની પાંચ બાળાઓ પર દુષ્કર્મ કરાયું હોવાની વિગતો પ્રગટ થઇ હતી. આરોપીએ આ વાત કોઇને કરતાં નહીં એવી ધમકી બાળકોને આપી હતી.

પીડિતા બાલિકાઓને મેડિકલ તપાસ માટે મોકલાઇ હતી. આરોપી સામે પોક્સો હેઠળ પોલીસે કેસ નોંધ્યો હતો. આ બાલિકાઓને અશ્લીલ વિડિયો દેખાડીને પછી એનું અનુકરણ કરવાની ફરજ પડાઇ હતી એવું પોલીસે નોંધ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.