ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વિદ્યાર્થીઓથી લઈ વાલીઓમાં પણ બોર્ડની પરીક્ષાનું ટેન્શન અત્યારથી દેખાઈ રહ્યું છે. તો વિદ્યાર્થીઓ બોર્ડમાં સારા માર્ક્સ સ્કોર કરવા માટે દિવસ-રાત એક કરી રહ્યા છે. તેવામાં બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરતમાં પ્રિલિમનરી પરીક્ષામાં ગુજરાતની પેપર ખરાબ જવાને કારણે માનસિક તણાવમાં આવીને ધોરણ 10ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સુરતના અડાજણમાં રહેતી 15 વર્ષીય હીર મોઢિયા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. હાલ તેની સ્કૂલ સંસ્કાર ભારતીમાં પ્રિલિમનરી પરીક્ષાઓ ચાલતી હતી. આ પરીક્ષામાં 29 જાન્યુઆરીએ હીરનું ગુજરાતીનું પેપર ખરાબ ગયું હતું. પેપર ખરાબ જવાને કારણે તે સતત ચિંતામાં રહેતી હતી. જો કે 30 જાન્યુઆરીએ ગણિતનું પેપર સારું ગયું હતું. અને આજના પેપરની તે તૈયારીઓ કરતી હતી.
પણ તેના દિમાગમાં ગુજરાતીનું પેપર ખરાબ ગયું હોવાની જ વાત ચાલી રહી હતી. તે સતત માનસિક તણાવનો સામનો કરી રહી હતી. ત્યારે ગુરુવારે સાંજે હીરની માતા ઘરવખરી લેવા માટે બહાર ગઈ હતી. તેવામાં જ હીરે હોલમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. ત્યારે બોર્ડની પરીક્ષા પહેલાં જ ધોરણ 10ની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.