વલભીપુરમાં ઠેર ઠેર ધમધમી રહેલા ગેરકાયદેસર શોપીંગ સેન્ટરો

વલભીપુર શહેરમાં સત્તાધીશોની મીઠી નજર હેઠળ ઠેર-ઠેર ગેરકાયદેસર શોપીંગ સેન્ટરો ધમધમી રહ્યા છે. આ શોપીંગ સેન્ટરોમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ સામે નગરપાલિકાના ચાર હાથ હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે.

વલભીપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં લાંબા સમયથી અનેક શોપીંગ સેન્ટરના બાંધકામો નિયમ વિરુધ્ધ હોવા છતાં પણ પાલિકાના સત્તાધીશો દ્વારા જાણી જોઈને ઈરાદાપુર્વક આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. આ વિસ્તારમાં આવેલા અનેક શોપીંગ સેન્ટરમાં બેરોકટોકપણે બીન્ધાસ્તપણે અલગ-અલગ પ્રકારના બાંધકામો કરવામાં આવી રહ્યા છે. એટલુ જ નહિ નીતિનીયમ મુજબ વ્યવસ્થા કરવામાં આવેલ ન હોવા છતાં પાલિકાતંત્રના પદાધિકારીઓ અને અધિકારીઓ દુર્લક્ષ્ય સેવી રહ્યા છે. અત્રેના એસ.ટી. બસ સ્ટેન્ડ સામે આવેલ ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ,ભાવનગર દ્વારા સંચાલિત ખાદી ભંડારના નામે ઓળખાતા શોપીંગ સેન્ટરમાં બેરોકટોકપણે ગેરકાયદેસર બાંધકામ થયેલા હોય જે સરકારના નિયમ મુજબ ચોકકસ વ્યવસ્થા સુવિધા કરવામાં આવેલ ન હોય જે બાબતે લેખિત ફરીયાદ કરવામાં આવી હોવા છતાં સત્તાધીશોના પેટનું પાણી પણ હલતુ ન હોય આ ગંભીર બાબતે તંત્ર ઘોર બેદરકારી દાખવી રહ્યુ હોય તેવી પણ સ્થાનિક રહિશોમાં ચર્ચાઓ થઈ રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.