વાલોડ તાલુકાનાં વિરપોર કોલેજ પાસે માત્ર ૧૭ કલાકમાં ૨૩ કાગડા અને ૨ બગલા મળી કુલ ૨૫ પંખીઓનાં શંકાસ્પદ મોત થતાં બર્ડફ્લુની દહેશત વચ્ચે સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે.
માંગરોળ તાલુકાના કોસંબા પાસેના હથોડા ગામની ભાગોળે આવેલા એક મરઘાના પોલ્ટ્રી ફોર્મમાં બે-ત્રણ મરઘા તેમજ કેટલાક મરઘીનાના બચ્ચા અચાનક મરી જતા જે ઘટના બાબતે કેટલાકે હોબાળો મચાવી બર્ડ ફ્લૂની આશંકા વ્યક્ત કરી હતી પરંતુ આ લખાય છે ત્યાં સુધી સરકારી તંત્ર દ્વારા આ વાતને સમર્થન મળ્યું નથી કે તંત્ર દ્વારા હજી રેકોર્ડ ઉપર કોઈ નોંધ લેવામાં આવી નથી.
નર્મદા જિલ્લામાં રાજપીપળા LIC ઓફિસ પાસેથી 6 કાગડાના શંકાસ્પદ મોતને લઈને પશુપાલન વિભાગ હરકતમાં આવી ગયું છે.
શુક્રવારે વિરપોર કોલેજનાં પટાંગણ બાદ બીજા દિવસે શનિવારે વાલોડ પોલિસ સ્ટેશન થી માત્ર ૧૦૦ મીટરનાં જ અંતરે મૃત હાલતમાં મળી આવેલા આ સાતેક કાગડાઓનાં કોઈ ભેદી સંજોગોમાં મોતને પગલે બર્ડ ફ્લુની આશંકાને પગલે જિલ્લા પશુ ચિકિત્સકની ટીમે હાલ જરૂરી સર્વેની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યુ છે.
કાગડાના મોતનું કારણ જાણવા હજું અઠવાડિયા જેટલો સમય લાગશે: વાલોડ પશુચિકિત્સકબો ક્ષ: વિરપોર કોલેજમાંથી ત્રણેક મૃત કાગડાની બોડીનાં સેમ્પલના અભ્યાસ અર્થે સુરત પશુરોગ અન્વેષણની ટીમ શુક્રવારે સુરત લઈ ગઈ છે. તેઓનું આજરોજ ટેલિફોનિક સંપર્ક સાધી રોગનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
પારડીમાં કાગડાને વાયરલ ઇન્ફેક્શન, સારવાર શરૂ
પારડી : શનિવારે પારડી દમણીઝાંપા રતન રાઈસ મિલની બાજુમાં મકાનની સામે એક શંકાસ્પદ વાયરસનો ભોગ બનેલા કાગડાની હાલત ગંભીર દેખાતા સ્થાનિકોએ જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી. જેને પગલે તેમણે પારડીના પશુ ચિકિત્સક મહિલા ડો. ચેરીને જણાવતા પશુ ચિકિત્સકની ટીમે ઘટના સ્થળ પર પહોંચી કાગડાની પ્રાથમિક સારવાર કરતા વાયરલ ઇન્ફેક્શન હોવાનું જણાયું હતું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.