વલસાડમાં એક વખત ફરીથી એક મોટી રેલ દુર્ઘટના ટળી છે. જેમાં સંજાણ અને ભીલાડની વચ્ચે ડબલ ડેકર ટ્રેન ડમ્પર સાથે ધડાકાભેર ટકરાઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વલસાડમાં સંજાણ અને ભીલાડની વચ્ચે રેલવે કોરિડોરની કામગીરી ચાલી રહી છે. જેમાં કામમાં જોડાયેલી એક કપચી ભરેલું ડમ્પર રેલવે ટ્રેક નજીક પલટી મારી ગયું હતું. જેને ખસેડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન આજ રેલવે ટ્રેક પરથી મુંબઈ જતી ટ્રેન પસાર થઈ રહી હતી અને આ ડબલ ડેક્કર ટ્રેનના પાછળના કોચ પલટી મારી ગયેલા ડમ્પર સાથે ધડાકાભેર ટકરાયા હતા અને જો કે સદ્દનસીમે મોટી દુર્ઘટના ટળી હતી.

આ ઘટનાના પગલે થોડા સમય સુધી આ ટ્રેક પર રેલવે વ્યવહારને અસર થઈ હતી અને આ બાબતની જાણ થતાં રેલવેના અધિકારીઓનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

જણાવી દઈએ કે, ગત અઠવાડિયે પણ ટ્રેનને પાટા પરથી ઉથલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મુંબઈ-હઝરત નિઝામુદ્દીન અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન વલસાડની નજીક આવેલા અતુલ સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર રાખવામાં આવેલા સિમેન્ટના થાંભલા સાથે ટકરાઈ હતી. જો કે આ ઘટનામાં પણ કોઈ મુસાફરને ઈજા નહતી પહોંચી. લોકો પાયલટે તાત્કાલીક અતુલ રેલવે સ્ટેશનના કર્મચારીઓને આ બાબતે વાકેફ કર્યા હતા. અને જે બાદ પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.