વલસાડ: પારેખ પરિવારને ત્રણ દિવસના પ્રવાસે રાતા પાણીએ રોવડાવ્યા, ઈતિહાસમાં નોંધાય એવડી મોટી ચોરી

વલસાડમાં પારડી ટાઉનમાં ભીલાડવાલા બેંકની બાજુમાં રહેતા પારેખ પરિવારના ઘરની આગળના ભાગે જલારામ જ્વેલર્સના નામે શો રૂમમાં 1 કરોડથી વધુની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. વલસાડના પારડીના જલારામ જ્વેલર્સમાં અડધીરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, અને દુકાનમાં રહેલી જ્વેલરી અને રોડ સાથે CCTVના DVR પર ઉઠાવી ગયા હતા.

આ ઘટના બન્યા બાદ જિલ્લા પોલીસની તમામ એજન્સી બનાવના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આટલી મોટી ચોરીથી ચકચાર મચી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, પારેખ પરિવાર પોતાનો જ્વેલર્સ શો-રૂમ બંધ કરીને 3 દિવસથી ફરવા ગયો હતો, જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે જોયું કે શો-રૂમમાં તસ્કરોએ ખાતર પાડ્યું છે. હાલ પારડી પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વલસાડના પારડી ટાઉનમાં ભીલાડવાલા બેંકની બાજુમાં રહેતા પારેખ પરિવારના ઘરની આગળના ભાગે જલારામ જ્વેલર્સ નામનો શો રૂમ ચલાવે છે. પારેખ પરિવાર ગુરૂવારથી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર ફરવા ગયો હતો. તે વખતે તસ્કરોએ ઘરના છતનો દરવાજો અને બારીની ગ્રીલ કાપી દુકાનમાં પ્રવેશ્યા હતા. દુકાનના શોકેસ અને તિજોરીમાં મુકેલા અંદાજે 5 કિલો 400 ગ્રામ સોનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

સોમવારે જ્યારે પારેખ પરિવાર બપોરે ફરીને પરત આવ્યો ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. જિલ્લા પોલીસની તમામ એજન્સી બનાવના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આટલી મોટી ચોરીથી ચકચાર મચી જવા પામી છે. પારડી પોલીસે તપાસ કરતા દુકાનના શો કેસ અને સ્ટ્રોંગ રૂમની તિજોરીમાંથી અંદાજે 5 કિલો 400 ગ્રામ સોનાની ચોરી થઇ હોવાનું જણાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.