બુધવારે સવારે 9:16 વાગે ફાયર બ્રિગેડે રાંદેર, રામનગર પાસેના ભિક્ષુક ગૃહ નજીક એક વાનમાં આગ ફાટી નીકળી હોવાનો કોલ મળ્યો હતો અને જેની જાણ થતા મોરા ભાગાળ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને વીસેક મિનિટમાં આગ કાબુમાં લઈ લીધી હતી.
ફાયર ઓફિસર વસંત સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, વાનમાં સબ મર્શીબલ પંપના કામકાજનું વાયરીંગ હતું અને ભિક્ષુક ગૃહ પાસેથી આગળ જવા માટે ચાલકે સેલ મારતા પેટ્રોલ લિકેજને કારણે વાનમાં આગ ભડકી ઉઠી હતી.
ચાલક તાબડતોબ જીવ બચાવી નીચે ઉતરી ગયો હતો. વાનમાં સીએનજી કિટ સાથે વાયરીંગ સહિતનો સામાન હોવાથી ગણતરી મિનિટોમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર આગ કાબુમાં લઇ લેતા સૌએ રાહતનો દમ લીધો હતો જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.