– 31 દેશોમાંથી 149 ફ્લાઈટ દ્વારા ભારતીયોને પરત લવાશે
કોરોના સંકટ વચ્ચે દેશમાં ચાલી રહેલા લોકડાઉનને લઈને વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાનું અભિયાન ચાલી રહ્યું છે, વંદે ભારત મિશન હેઠળ ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યાં છે. ન્યૂઝ એજન્સીના સુત્રો પ્રમાણે આ મિશનનો બીજો તબક્કો 16 થી 22 મે સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ દરમિયાન 31 દેશોમાં ફસાયેલા ભારતીયોને 149 ફ્લાઈટ દ્વારા પરત લાવવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, વંદે ભારત મિશન હેઠળ વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લાવવાના અભિયાન હેઠળ એર ઈન્ડિયાનું એક વિમાન મંગળવારે બ્રિટનમાં ફસાયેલા 331 લોકોને લઈને હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યું.
એરપોર્ટના સુત્રોએ જણાવ્યું કે બોઈંગ 773 વિમાન બપોરે 2.21 કલાકે પહોંચ્યું બાદમાં આ વિમાન દિલ્હી થઈને 87 મુસાફરોને લઈને અમેરીકા ગયું. મુસાફરોને મુખ્ય મુસાફર ટર્મિનલના સંપૂર્ણ સ્વચ્છ અને રોગમુક્ત આંતરરાષ્ટ્રીય આગમન સ્થળે લઈ જવામાં આવ્યા.
એરપોર્ટ અધિકારીઓએ આગમન પ્રસ્થાનને સંપૂર્ણપણે સ્વચ્છ અને રોગમુક્ત કર્યું હતું. તમામ મુસાફરો અને વિમાનના ચાલક દળના સભ્યોને 20-25 લોકોના જથ્થામાં લાવવામાં આવ્યા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.