ફિલ્મ અભિનેતા અને પૂર્વ લોકસભા સાંસદ શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. શત્રુઘ્ન સિન્હાનો એક વીડિયો સોશિયલ મીડિયા (Viral Video) પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે લાહોર (Lahore)ના એક લગ્ન સમારોહનો છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન (Pakistan)ની સાથે ભારતના બગડેલા સંબંધોની વચ્ચે શત્રુઘ્ન સિન્હા ચૂપચાપ લાહોર ગયા. ત્યાં એક લગ્ન પ્રસંગમાં સામેલ થયા.
પાકિસ્તાનના પરવેજ મુગલ નામના ફોટોગ્રાફરે ઇન્સ્ટાગ્રામ પર લગ્ન સમારોહની કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે લાહોરના એક લગ્ન સમારોહમાં ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિન્હા હાજર હતા. ફોટોગ્રાફર પરવેજ મુગલે ફોટો શૅર કરતાં લખ્યું કે, હના અને અહમદની કવ્વાલી નાઇટ પર રીમા અને શત્રુજી. હેપનિંગ નાઉ. સોશિયલ મીઠિયર પર વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને હજુ શત્રુઘ્ન સિન્હા તરફથી કોઈ નિવેદન નથી આવ્યું.
નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે બગડેલા સંબંધોને જોતાં બૉલિવૂડ સ્ટારથી લઈને રાજનેતા સુધી પાકિસ્તાન પ્રવાસ નથી કરી રહ્યા. હાલમાં જ સલમાન ખાને એક પાકિસ્તાની શૉમાં પર્ફોર્મ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.