વાપી પોલીસ સ્ટેશન સામેની હોટલના પાંચમાં માળેથી સુરતના વેપારીએ પડતું મૂકતા મોત

વાપીઃ વાપી પોલીસ સ્ટેશનની સામે આવેલી મહારાજા હોટલના પાંચમાં માળેથી વેપારીએ પડતું મુક્યું હતું.વેપારીએ આપઘાત કરતાં અગાઉ હોટલની બહાર નીકળીને હોટલના બેનર પર અંદાજે 15 મિનિટ સુધી ઉભો રહ્યો હતો. જોખમી રીતે અને આપઘાત જ કરવા ઉભો હોય તે રીતે ઉભા રહીને વેપારીએ પડતું મૂક્યું હતું. જેમાં તેનું મોત નીપજ્યું હતું. વેપારીના આપઘાત અંગે હોટલની સામે રહેલા પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વેપારી સુરતનો હતો

આપઘાત કરી લેનારા વેપારીના ખીસ્સામાંથી એક આધારકાર્ડની ઝેરોક્ષ મળી આવી હતી. જેના આધારે વેપારી સુરતના મહિધપુરા વિસ્તારમાં આવેલી ઘીયા શેરીમાં રહેતો હોવાનું અને તેનું નામ પચ્ચીગર પીયુષ ધીરજલાલ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આધારકાર્ડના ઝેરોક્ષના આધારે તેના પરિવારને જાણ કરવાથી લઈને આપઘાત કરવા અંગેનું કારણ મેળવવા તપાસ આદરી છે.

વેપારીને કોઈ બચાવી ન શક્યું

વેપારી 15 મિનિટ કરતાં વધુ સમય સુધી હોટલની બહારના બોર્ડ પર ઉભો રહ્યો..થોડીવાર બેઠો તેમ છતાં સામેના પોલીસ સ્ટેશન કે નજીકના ફાયર સ્ટેશનમાં કોઈએ જાણકારી ન કરી કે કોઈનું ધ્યાન ન ગયું અને વેપારીને બચાવી લેવાય તે અગાઉ જ તેણે પડ્તું મુક્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.