વરાછા ડિ-સ્ટાફનો લાંચિયો કોન્સ્ટેબલ રામદેવ વાળાને જેલમાં ધકેલાયો અને પીઆઇ દ્વારા ડિ-સ્ટાફનું વિસર્જન

સુરત: વરાછામાં દારૂના કેસમાં દોઢ લાખ લીધા બાદ બીજા 20 હજાર માંગવાના ગુનામાં કોન્સ્ટેબલ રામદેવ વાળા જેલમાં ધકેલાયો છે.અને આ સાથે જ શુક્રવારે વરાછા ડિ-સ્ટાફનું વિસર્જન થયું છે. એસીબીમાં ફરિયાદ થતા પોલીસે છટકું ગોઠવી રામદેવ વાળાને પકડી પાડ્યો હતો.

મળતી વિગતો મુજબ વરાછા પોલીસના સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળાએ થોડા દિવસ પહેલા એક રત્નકલાકારને બે પેટી દારૂ સાથે પકડ્યો હતો.અને કેસ નહીં કરવા શરૂઆતમાં 1.45 લાખ લઇ લીધા બાદ પણ રત્નકલાકારની સામે ગુનો નોંધાયો હતો.અને બાદમાં રામદેવ વાળાએ બાકી રહેતા 5 હજાર માંગી તેમજ કેસમાં અન્ય કોઇ સાક્ષીનું નામ નહીં ખોલવા માટે બીજા 15 હજાર મળી કુલ્લે 20 હજારની માંગ કરી હતી. આ બાબતે એસીબીમાં ફરિયાદ થતા પોલીસે છટકું ગોઠવી રામદેવ વાળાને પકડી પાડ્યો હતો.અને પોલીસે રામદેવ વાળાના એક દિવસના રિમાન્ડ મેળવી ગઈકાલે ફરીવાર કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલી આપ્યો હતો.તો બીજી તરફ વરાછા પોલીસના સર્વેલન્સ સ્ટાફની દાદાગીરી અને ભ્રષ્ટાચારી સામે વરાછા પીઆઇ દ્વારા ડિ-સ્ટાફનું વિસર્જન કરવામાં આવ્યું હોવાની વિગતો મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.