કામરેજની ગ્રીષ્મા વેકરિયા હત્યાને સુરતીઓએ સખત શબ્દોમાં વખોડી રહ્યાં છે અને સોમવારે શહેરના શ્રેષ્ઠીઓએ ઘટનાને વખોડતું આવેદનપત્ર સુરત પોલીસ કમિશનર અજય તોમર અને સુરત રેન્જ આઈ.જી રાજકુમાર પાંડિયનને આપ્યુ હતુ અને જેમાં તેમણે કેટલીક ચોંકાવનારી રજૂઆતો કરી હતી જેમાં જણાવાયું હતું કે, સુરત શહેરમાં ખાસ કરીને નવા વિકસતા વિસ્તારોમાં હોટલ રેસ્ટોરન્ટમાં કપલ બેઠાં હોય તથા પાનના ગલ્લાની સામે સ્મોકીંગ રૂમ, હુક્કાબાર, સ્પા ગુનાહતિ પ્રવૃતિઓના કેન્દ્રો છે.
વરાછા, કાપોદ્રા-યોગીચોક, મોટા વરાછા,કામરેજ, પાસોદ્રા કેનાલ રોડ પર અસામાજીક તત્વો બેસી રહે છે. ડ્રગ્સ, બિડી, દારૂ જેવા પદાર્થોનું સેવન કરે છે અને રાહદારી યુવતીઓ અને મહિલાઓને પણ પરેશાન કરે છે.અને આવા તત્વોને પબ્લિક દૂર કરી શકે તેમ નથી તેથી પોલીસ દ્વારા સક્રિય રીતે પગલાં લેવાામાં આવે. આ ઉપરાંત મોટા વરાછા, પુણા, કાપોદ્રા, વેલંજા, કામરેજ, લસકાણા, યોગીચોક, માતાવાડીમાં પણ કપલ બોક્સ અને સ્મોકિંગ રૂમ બંધ કરાવવામાં આવે. આ તમામ સ્થળો પર ઝડપથી કાર્યવાહી કરવાામાં આવે.
શ્રેષ્ઠીઓની કમિશનરને વિનંતી, ગુનાહિત પ્રવૃત્તિઓના કેન્દ્રસમા સ્પા, હુક્કાબાર, સ્મોકિંગ ઝોન બંધ કરાવો
ગત તા.12-2-2022ને શનિવારે ગ્રીષ્મા વેકરિયા નામની વિદ્યાર્થિનીની જાહેરમાં પરિવારની નજર સામે જ થયેલી નિર્મમ હત્યાને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને દુ:ખની લાગણી અનુભવીએ છીએ. તેમજ ઘટનાના જનમાનસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ગ્રીષ્માબેન અને તેના પરિવારને ઝડપથી ન્યાય મળે એવા પ્રકારની કાર્યવાહી થાય એ માટે અમારા સૌની લાગણી છે.
સુરત શહેરમાં ખાસ કરી નવા વિકસતા વિસ્તારોમાં હોટલ રેસ્ટોરન્ટમાં કપલ બેઠા હોય તથા પાનના ગલ્લાની સામે સ્મોકિંગ રૂમ કે હુક્કાબાર, સ્પા કે પાર્લર એ ગુનાહિત પ્રવૃતિઓના મોટા કેન્દ્રો છે અને જે અનઅધિકૃત રીતે તેની સામે ઝડપથી પગલા લેવાય ચાલે છે. તથા બંધ થાય તે આપ સાહેબને નમ્ર વિનંતી છે.
વરાછા રોડ વિસ્તારમાં કાપોદ્રા, વેલંજા, કામરેજ, લસકાણા, યોગીચોક, મોટા વરાછા, પુણા, માતાવાડી વગેરે વિસ્તારોમાં કપલ બોક્સ, પાન પાર્લર અને સ્મોકિંગ રૂમ ચાલતા હોય તે સામે પગલા લેવાય તેવી પણ વિનંતી છે.
વરાછા, કાપોદ્રા, યોગી ચોક, મોટા વરાછા, કામરેજ ચાર રસ્તા, પાસોદરા કેનાલ રોડ વગેરે વિસ્તારોમાં અસામાજીક તત્વો બેસી રહે છે. ડ્રગ્સ, બિડી, દારૂ જેવા પ્રદાર્થોનું સેવન થાય છે. રાહદારી યુવતિઓ, મહિલાઓને પરેશાન પણ કરે છે અને આવા તોફાની તત્વોને સામાન્ય પબ્લિક દૂર કરી શકે તેમ નથી તેથી પોલીસ તંત્ર તરફથી સક્રિય રીતે એક્શન લેવામાં આવે તો જ તે દૂર થઈ શકે તેમ છે અને ઉપરોક્ત ઘટના અંગે ત્વરીત પગલા લેવાય તથા અસમાજિક તત્વો અને તેના સ્થળો ઉપર ઝડપથી કાર્યવાહી થાય તે માટે અમારી નમ્ર વિનંતી છે. – લિ. વિવિધ સેવા ભાવી સંસ્થાઓ વતિ શહેરના અગ્રણીઓ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.