પીએમ નરેન્દ્ર મોદીના મત વિસ્તારમાં આવેલુ તેમનુ સંસદીય કાર્યાલય ઓએલએક્સ પર વેચવા માટે કાઢવામાં આવ્યા બાદ તંત્ર ચોંકી ઉઠ્યુ છે.આ મામલામાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે.
પોલીસનુ કહેવુ છે કે, જેમને પકડવામાં આવ્યા છે તેમાં ઓએલએક્સ પર કાર્યાલયનો ફોટો મુકનાર વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.પીએમ મોદીનુ કાર્યાલય વારાણસના જવાહર એક્સેટન્શનમાં આવેલુ છે.ગુરુવારે કાર્યાલયનો ફોટો મુકીને ઓએલએક્સ પર જાહેરાત આપવામાં આવી હતી કે, આ કાર્યાલયની કિંમત સાડા સાત કરોડ રુપિયા છે અને તે વેચવાનુ છે.
જોકે સોશિયલ મીડિયા પર તરત જ આ એડ વાયરલ થઈ હતી.એ પછી ઓએલએકસ દ્વારા આ એડ હટાવી લેવામાં આવી હતી.એડમાં વેચનાર વ્યક્તિનુ નામ લક્ષ્મીકાંત ઓઝા લખાયુ હતુ અને કહેવામાં આવ્યુ હતુ કે, આ બિલ્ડિંગ 6500 ચોરસફૂટમાં ફેલાયેલુ છે. બે માળના બિલ્ડિંગમાં ચાર બેડરુમ, બે કાર પાર્કિંગની વ્યવસ્થા છે.
પોલીસે હવે એક્શનમાં આવીને સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.