પશ્ચિમ બંગાળના પરિણામોએ તો ભાજપની ઉંઘ હરામ કરી છે, ત્યાં વળી યુપીની પંચાયત ચૂંટણીએ એકદમ નિરાશ કર્યા છે. આ ચૂંટણીમાં ભાજપને રાજકીય રીતે મોટો ઝટકો લાગ્યો છે. અયોધ્યાથી લઈને મથુરા તથા કાશી સહિત સમગ્ર રાજ્યમાં સપાએ ભાજપને બરાબરનો જડબાતોડ જવાબ આપ્યો છે.
અયોધ્યા જિલ્લા પંચાયચની કુલ 40 સીટો ચે. જેમાંથી 24 સીટો પર સમાજવાદી પાર્ટીની જીત થઈ છે. ભાજપને ફક્ત અહી નામ માત્રની 6 સીટ મળી છે. આ ઉપરાંત 12 સીટો પર અપક્ષ ઉમેદવારોને દબદબો રહ્યો છે.
એમએલસી ચૂંટણીમાં ભાજપને જિલ્લા પંચાયત ચૂંટણીમાં કાશીમાં ભૂંડી હાર મળી છે. અહીં જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપને ફક્ત 8 સીટો આવી છે. સમાજવાદી પાર્ટીએ 14 સીટો આંચકી લીધી છે. અહીં બસપાએ પણ દમ દેખાડ્યો છે. પાંચ સીટો તેમના ખાતામાં ગઈ છે. ઓમપ્રકાશ રાજભરની પાર્ટીને 1 સીટ ગઈ છે. તો વળી અપક્ષના 3 ઉમેદવારોને પણ જીત મળી છે.
મથુરામાં બહુજન સમાજ પાર્ટીએ બાજી મારી છે. અહીં બસપાના 12 ઉમેદવારોએ જીત મેળવી છે. બસપા બાદ આરએલડીને 9 સીટો મળી છે. તો વળી ભાજપને ફક્ત 8 સીટ મળી છે.સપાને એક સીટ તો અપક્ષને 3 સીટો મળી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.