પ્રધાનમંત્રી દ્વારા કોરોનાના બચાવ અને કોરોના સંક્રમિત દર્દીઓના યોગ્ય સારવાર હેતુ ટેસ્ટિંગ, બેડ, દવાઓ, વેક્સિન અને મેન પાવર સહિતની માહિતી લેવામાં આવી.
પ્રધાનમંત્રી વિશેષ રીતે ભાર આપતા કહ્યું કે, ‘બે ગજની દૂરી, માસ્ક છે જરૂરી’નું પાલન તમામ લોકો દ્વારા કરવામાં આવ્યો. પ્રધાનમંત્રીએ વેક્સિનેશન અભિયાનના મહત્વ પર જોર આપતા કહ્યું કે, તંત્ર 45 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને આ હેતુથી જાગરૂક કરે.
પીએમ મોદીએ દેશના તમામ ડૉક્ટરો, તમામ મેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આ સંકટના સમયમાં પણ તેઓ પોતાના કર્તવ્યનું નિષ્ઠાપર્ણ પાલન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વારાણસીના પ્રતિનિધિના રૂપમાં તેઓ સામાન્ય જનતાથી પણ સતત ફીડબેક લઇ રહ્યા છે. વારાણસીમાં છેલ્લા 5-6 વર્ષોમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તાર અને આધુનિકીકરણથી કોરોના સામે લડવામાં મદદ મળી છે. આ સાથે વારાણસીમાં બેડ્સ, આઈસીયૂ અને ઓક્સીજનની ઉપલબ્ધતાને વધારવામાં આવી રહી છે. દર્દીઓની વધતી સંખ્યાથી ઉત્પન્ન દબાણને જોતા દરેક સ્તરે પ્રયાસ વધારવાની જરૂરિયાત પણ પ્રધાનમંત્રી વધારે જોર આપ્યું છે.
પીએમ મોદીએ ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ પર જોર આપતા કહ્યું કે, પહેલી લહેરની જેમ જ વાયરસ સામે જીતવા માટે આ રણનીતિ અપનાવવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.