વરસાદને ખમૈયા કરતા ખેડૂતો અને ખેલૈયાઓ માટે સારા સમાચાર, આ તારીખથી મેઘરાજા લેશે વિદાય

ખેલૈયાઓ નવરાત્રીની મજા માણવા માટે થનગની રહ્યા છે ત્યારે વરસાદ નવરાત્રીના બીજા નોરતે પણ મજા બગાડી છે. બીજી બાજુ ખેડૂતો પણ ચિંતામાં છે. જરૂરિયાત કરતા વધુ વરસાદ વરસતા પાકને નુકસાનની ભીતી છે. ત્યારે હજુ આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતો અને ખેલૈયો બે દિવસ બાદ વરસાદથી રાહત મેળશે તેવી શક્યતા છે.

નવરાત્રી શરૂ થઈ ગઈ છે. તેમ છતાં હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. નવરાત્રીના પ્રથમ દિવસની મજા તો વરસાદે બગાડી દીધી પણ હજુય પણ 2 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની છે. રાજ્યમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરાઇ છે.

દક્ષિણ ગુજરાતમાં આવતીકાલ (મંગળવાર) થી વરસાદમાં થશે ઘટાડો, ઉ. ગુજરાતમાં ભારે વરસાદ

ડિપ્રેશનથી કચ્છના નજીકના વિસ્તાર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આવતીકાલે (મંગળવાર)ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આવે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં મંગળવારથી વરસાદમાં ઘટાડો થશે. મંગળવારથી ડિપ્રેશન નબળુ પડતા વરસાદમાં સામાન્ય ઘટાડો થશે. રાજ્યમાં આ સીઝનમાં અત્યાર સુધી 137 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવે બે દિવસની હવામાન વિભાગે આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે.

2 નોરતામાં બાદ ખેલૈયા નવરાત્રી માણી શકશે

જેના કારણે 2 ઓક્ટોબર સુધી વરસાદ ખેલૈયાઓને નિરાશ કરશે. વરસાદના કારણે ગરબા આયોજકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદમાં 90 જેટલા ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે. તો સુરતમાં 60 અને વડોદરામાં 30 જેટલા આયોજકોને વરસાદે ચિંતામાં મુકી દીધા છે. આ તરફ રાજકોટમાં પણ આયોજકો વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદના કારણે અનેક પાર્ટી પ્લોટમાં પાણી ભરાઈ ગયા છે. જે ગરબા આયોજકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

વરસાદથી ખેતીના પાકમાં નુકસાન, ખેડૂતોની હાલત કફોડી

રાજ્યમાં ભારે વરસાદથી ખેતીના પાકમાં નુકસાન થયું છે. રાજ્યના 13 જિલ્લામાં 2 લાખ 85 હજાર હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે. પાછોતરા વરસાદને પગલે ખેડૂતોના પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે. રાજ્યમાં સતત વરસાદથી મગફળીનો પાક પણ જમીનમાં કોહવાઈ રહ્યો છે. ભારે અને સતત વરસાદને પગલે બાજરી, એરંડા, કપાસ અને મગ, મઠ, અડદ તેમજ તલના પાકને નુકશાન થયું છે. પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. પરંતુ હવે બે દિવસ બાદથી ખેડૂતો રાહતનો શ્વાસ લઇ શકશે કારણ કે 2 ઓક્ટોબરથી વરસાદ હળવો પડે તેવી શક્યતાઓ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.