આગામી ત્રણ દિવસ ગુજરાતના કયા-કયા વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ પડશે ? જાણો વિગતો

આગામી 20, 21 અને 22 સપ્ટેમ્બરે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 આગામી 20, 21 અને 22 સપ્ટેમ્બરે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર વરસાદ સિસ્ટમ સર્જાતાં આ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. 

48 કલાક બાદ લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સંઘ પ્રદેશનાં દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં લો-પ્રેશરને કારણે મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પાલઘરમાં બુધવાર રાતથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે મુંબઈમાં ગુરૂવાર અને શુક્રવારે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું. 

હવામાન વિભાગે કહ્યું કે, અત્યારે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે. હાલની સ્થિતિ પ્રમાણે શુક્રવારે ડાંગ, વલસાડ, નવસારી, દમણમાં વરસાદની આગાહી છે. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.