વર્ષો બાદ તેણે સગાઇની તારીખ અનાઉન્સ કરી ,સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરીને જણાવી તારીખ

રાય લક્ષ્મીએ જણાવ્યું કે તે વે કોઇની સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે.

રાય લક્ષ્મીએ પોસ્ટમાં લખ્યું કે, છેલ્લા ઘણા સમયથી મને લોકો આ સવાલ પૂછી રહ્યાં છે તેનો હું જવાબ આપી રહી છું. પહેલી વાત તો કે આ સંબંધ કોઇનાથી છૂપો નથી પરંતુ કોઇને મારા જીવનમાં શું ચાલી રહ્યું છે તેનાથી મતલબ ના હોવો જોઇએ. હું 27 એપ્રિલ 2021ના રોજ સગાઇ કરી રહી છુ, આ બધુ ખુબ અચાનક થયુ પણ મારો પરિવાર ખુશ છે.

ધોની અને લક્ષ્મીના બ્રેકઅપનુ કારણ કોઇને ખબર નથી પરંતુ વર્ષો પહેલા આપેલા એક ઇન્ટરવ્યૂમાં લક્ષ્મીએ આ સંબધને પોતાની ભૂલ બતાવી હતી.

એક ન્યૂઝ અનુસાર જુલી-2ના પ્રમોશન દરમિયાન લક્ષ્મીએ કહ્યું હતુ કે આ વિશે વાત કરવાનુ હવે બંધ કરી દેવુ જોઇએ. હવે તેના લગ્ન થઇ ગયા છે અને તેની એક બાળકી પણ છે. આજે દુનિયામાં બધાને બધી વાતો ખબર જ હોય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.