જૂનાગઢના માંગરોળના મુક્તુપુર ઝાંપા પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરના 29 વર્ષના એક વાસના ભુખ્યા સાધુને એક મહિલાએ અમદાવાદની એક હોટેલમાં બોલાવી તેમની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ આ વીડિયો જાહેર કરવાની ધમકી આપીને યુવતી સહિત તેના સાગરિતોએ સાધુ પાસે 50 લાખની ખંડણી માગતા હનીટ્રેપમાં ફસાયાનું ભાન થયું હતું. જે બાદ સ્વામીએ ગઇકાલે માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, ફરિયાદ નોંધાવ્યા બાદ આ સ્વામી જ ગાયબ છે.
જૂનાગઢના માંગરોળના સ્વામી ગોપાલચરણ સ્વામી પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયાની પ્રબળ શક્યતાઓ જણાઇ રહી છે. આ ફરિયાદ સામે આવ્યાં બાદ તેઓ મીડિયા સમક્ષ આવ્યાં નથી કે પોલીસને પણ તેઓ ક્યાં છે તેની કોઇ પણ જાતની જાણ કરી નથી.
આ ઘટનામાં યુવતી સહિત ત્રણ સાગરિતોની મદદથી આ મહિલાએ પહેલેથી કરેલી ગોઠવણ મુજબ આ કામલીલાનો વીડિયો ઉતારી લીધો હતો. તે પછી ગભરાઈ ગયેલા સાધુએ પોતાના ગુરુની સલાહ લઈ માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ કેસમાં અમદાવાદની એક મહિલા અને જૂનાગઢ જિલ્લાના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે તમામને કોર્ટમા રજૂ કરતા કોર્ટે બે દિવસના રીમાન્ડ આપ્યા છે. પરંતુ ફરિયાદી ગોપાલ સ્વામી ભૂગર્ભમાં જતા રહેતા મોટો પ્રશ્ન ઉદ્દભવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.